________________
૨૦૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૮-૫૧૯ જોઈને આ આચરણાઓ મોક્ષમાર્ગ છે તેવો ભ્રમ રાખે છે, તેવા ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા અને ઉત્સૂત્ર આચરણા કરનારા સાધુ પોતાનો અને પરનો વિનાશ કરે છે. જેમ કોઈ જીવ પોતાના શરણે આવેલાનું મસ્તક છેદે તેમ વિપરીત પ્રરૂપણા અને વિપરીત આચરણા કરનારા પોતાના અને ૫૨ના આત્માને દુર્ગતિમાં નાખે છે, આથી જ સંવિગ્નપાક્ષિક સાધુ પોતાના શિથિલ આચારોથી ઉન્માર્ગ ન પ્રવર્તે તે માટે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરીને પોતાની હીનતા જણાવે છે અને લોકોને કહે છે કે આ પ્રકારનું અગુપ્ત માનસ સંસારસાગરથી તરવાનો ઉપાય નથી, પરંતુ પોતે અલ્પસત્ત્વના કારણે ભગવાનનો માર્ગ સેવવા સમર્થ નથી અને જેઓ અપ્રમાદથી સંયમમાં ઉદ્યમ કરે છે, તેમનાં ગુણગાન કરીને યોગ્ય જીવોને તે પ્રકારે સન્માર્ગમાં પ્રવર્તાવવા યત્ન કરે છે. I૫૧૮॥
અવતરણિકા :
निगमयन्नाह -
અવતરણિકાર્ય :
નિગમન કરતાં કહે છે
-
ભાવાર્થ :
ગાથા-૫૧૩માં શુદ્ધ ચારિત્રવાળા સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિક શુદ્ધ થાય છે, તેમ કહ્યું, ત્યારપછી તેનું અત્યાર સુધી વર્ણન કર્યું અને કહ્યું સંવિગ્નપાક્ષિક કેવળ પોતાના માટે કેમ દીક્ષા આપતા નથી અને કેમ વિપરીત પ્રરૂપણા કરતા નથી તે બતાવ્યું, હવે તે કથનને નિગમન કરતાં કહે છે –
ગાથા:
सावज्जजोगपरिवज्जणाए, सव्वुत्तमो जईधम्मो ।
बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो । । ५१९ ।।
ગાથાર્થ ઃ
સાવધયોગના પરિવર્જનથી યતિધર્મ સર્વોત્તમ છે, બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે. II૫૧૯૫
ટીકાઃ
तस्मात् स्थितमेतत् सावद्ययोगपरिवर्जनया सपापव्यापारपरिहारलक्षणया हेतुभूतया सर्वोत्तमो यतिधर्मः साध्वाचारो मोक्षमार्ग इति शेषः, द्वितीयः श्रावकधर्मस्तृतीयः संविग्नपक्षपथः, तद्धेतुत्वात् तावपि मोक्षमार्गाविति । । ५१९ ।।