________________
૨૨૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૮-૫૯
આ જ કથનને ટીકાકારશ્રી રોગીના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ કોઈ રોગી ઘણો કાળ અપથ્ય સેવે અને સુવૈદ્યના સંપર્કથી તેને જ્ઞાન થાય કે સુપથ્થના સેવનથી ગુણ થાય છે, તેથી આરોગ્યની ઇચ્છાવાળો તે રોગી અપથ્યને છોડવા ઇચ્છે છે અને પથ્યને સેવન કરવામાં ભાવથી પ્રતિબંધવાળો હોય છે તોપણ રોગીને પ્રાયઃ અપથ્ય બહુ પ્રિય હોય છે, તેથી અપથ્યનું સેવન છોડવું દુષ્કર હોય છે, છતાં આરોગ્યનો અર્થ એવો તે રોગી ક્રમસર અપથ્યને મૂકે છે, તેમ પાર્થસ્થાદિ સાધુ ઘણો કાળ સુધી ઇન્દ્રિયોના અસંવરપૂર્વક સંયમની ક્રિયા કરેલી હોય છે, તેથી મોક્ષના અર્થી હોવા છતાં અનાદિકાળથી લેવાયેલા વિકારો રૂ૫ રોગો તેમના ઇન્દ્રિયના ચાંચલ્યના સાતત્યને કરે છે અને અંતરંગ રોગો કષાયરૂપ છે, તેથી તે પાર્થસ્થાદિ સાધુઓમાં કષાયોના વિકારો સતત વર્તે છે, છતાં સંવિગ્ન સાધુનો પક્ષપાત હોવાથી વારંવાર પોતાના પ્રમાદની નિંદા કરે છે અને સુસાધુની પ્રશંસા કરે છે. તેવા સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે સુસાધુના સંપર્કને પ્રાપ્ત કરે છે, ત્યારે તે સાધુના અપ્રમાદપૂર્વકના યત્નને જોઈને કે તેમના ઉપદેશને સાંભળીને કષાયના ઉચ્છેદ માટે તેમને તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તોપણ પોતે જે ઘણા સમય સુધી પ્રમાદપૂર્વક ક્રિયાઓ કરેલી છે અને ક્રિયાકાળમાં ચાંચલ્યરૂપ કષાયોને સતત પોષ્યા છે, તેનો ત્યાગ દુષ્કર છે, છતાં ભવભ્રમણથી ભય પામેલા સંવિગ્નપાક્ષિક સાધુઓ પોતાના અધૈર્યભાવને ક્રમસર નિવર્તન કરે છે અને સંયમમાં ગાઢ પ્રતિબંધના પરિણામવાળા થાય છે, તેથી સાધુના જેવું સંપૂર્ણ વીર્ય સંચય ન થાય ત્યાં સુધી સંવિગ્નપાક્ષિક રહે છે અને જ્યારે તેઓ પણ કુપથ્યના ત્યાગ માટે સમર્થ બને છે ત્યારે જિનવચનનું દઢ અવલંબન લઈને સુસાધુની જેમ સંયમયોગમાં અપ્રમાદવાળા બને છે. આથી જ સંવિગ્નપાક્ષિક સાધુઓ મરણના અંતકાળમાં તીવ્ર સંવેગવાળા થાય તો ફરી સાધુભાવને સ્પર્શે છે અને ત્રણ ગુપ્તિના પરિણામને પ્રાપ્ત કરે છે અને પોતે સેવેલા પ્રમાદની નિંદા વગેરે કરીને પોતે જે અસંક્લિષ્ટ ભાવથી ચાંચલ્યાદિ ભાવોને સેવેલા તેનાથી પડેલા કુસંસ્કારોનો અને તેનાથી બંધાયેલા કર્મોનો પણ નાશ કરે છે, માટે સંવિગ્નપાક્ષિક ભાવસાધુતાની સન્મુખ ભાવવાળા છે તેથી તેમની આચરણાને પણ માર્ગરૂપે કહેલ છે. ફક્ત કેટલાક સુસાધુ પ્રમાદ વગર અખ્ખલિત સંયમયોગમાં ઉસ્થિત હોય છે, તેઓ મૂળગુણને પણ સમ્યક્ પાળે છે, ઉત્તરગુણોમાં પણ અલના પામતા નથી અને ક્યારેક અનાભોગ વગેરેથી સ્કૂલના થાય તો તત્ક્ષણ જ કાંટાની જેમ તેને કાઢવા યત્ન કરે છે, તેથી સુસાધુની ઉત્તરગુણની અલના મૂળગુણના નાશનું કારણ બનતી નથી અને સંવિગ્નપાક્ષિક પણ પ્રાયઃ સાક્ષાત્ મૂળગુણની વિરાધના કરતા નથી, છતાં ઉત્તરગુણના પ્રમાદને કારણે ક્રમસર સંયમનો નાશ થાય છે અને સાધુની જેવા મહાવીર્યવાળા નહિ હોવાથી તત્કણ તે પ્રમાદનો ત્યાગ કરવા સમર્થ થતા નથી, પરંતુ તે પ્રકારના અધૈર્યને કારણે ઇન્દ્રિયોની ચંચળતા તેમના કૃત્યમાં હંમેશાં વર્તે છે. ક્યારેક સુસાધુ જેવી કંઈક યતના કરે છે તોપણ બહુલતાએ ઉત્તરગુણની પ્રતિસેવાને કારણે તેઓ મૂળગુણ રહિત બને છે, છતાં સુસાધુ પ્રત્યેનો પક્ષપાત હોવાથી કેટલાક સંવિગ્નપાક્ષિક સુસાધુના સંપર્ક વગેરેના બળથી વળી સંયમયોગને અનુકૂળ સંપૂર્ણ વીર્યવાળા બને છે. આ પ્રકારનો સુસાધુ અને સંવિગ્નપાક્ષિક સાધુ વચ્ચેનો પારમાર્થિક ભેદ છે. આપ૨૮માં અવતરણિકા:तदेवमनेकाकारान् सदुपदेशान् प्रतिपाद्य तेषां सुपात्रन्यासयोग्यतां विपक्षविक्षेपद्वारेणाह