________________
૨૨૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૦-૫૩૧ નથી કે અસંગ અનુષ્ઠાનવાળા મુનિઓ પ્રત્યે બહુમાનભાવવાળા થતા નથી, તેવા સાધુવેષમાં રહેલા કે શ્રાવકવેષમાં રહેલા જીવોને ઉપદેશમાલા વસ્તુ આપવાથી ઉપદેશમાલાનું અવમૂલ્યન થાય છે, તેમની શોભાની વૃદ્ધિ થતી નથી, માટે તેવા જીવોને માટે ઉપદેશમાલા અયોગ્ય છે. II૫૩૦ના
અવતરણિકા :
किमेवमप्युपदिश्यमाने केचिन्न सम्यग् वर्त्तेरन् येनैवमभिधीयते इत्युच्यते, बाढं कर्मपरतन्त्रत्वात्
तदाह
અવતરણિકાર્ય :
આ રીતે ઉપદેશ કરાયે છતે=ઉપદેશમાલામાં અત્યાર સુધી વર્ણન કરાયું તે રીતે ઉપદેશ કરાયે છતે, કેટલાક જીવો શું સમ્યગ્ વર્તન કરશે નહિ ? જે કારણથી આ પ્રમાણે કહેવાય છે=અયોગ્યને ઉપદેશમાલા આપવી નહિ, એ પ્રમાણે કહેવાય છે. તેનો ઉત્તર અપાય છે
બાઢ=અત્યંત નહિ પ્રવર્તે=જેઓ ચરણકરણમાં અત્યંત આળસુ છે ગુણોને અભિમુખ નથી તેઓ ઉપદેશમાલાના ઉપદેશથી અત્યંત પ્રવર્તશે નહિ; કેમ કે કર્મને પરતંત્રપણું છે, તેને કહે છે -
1
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચરણ-કરણમાં આળસુ અને અવિનીતને ઉપદેશમાલા આપવી જોઈએ નહિ, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે પ્રસ્તુત ગ્રંથમાં આવો સુંદર ઉપદેશ અપાયો છે, તેવો ઉપદેશ અપાયે છતે ચારિત્રમાં આળસુ, અવિનીત જીવો શું સમ્યગ્ પ્રવર્તશે નહિ ? અર્થાત્ તે ઉપદેશ સાંભળીને સમ્યગ્ પ્રવર્તશે માટે અયોગ્યને આ ગ્રંથ આપવો જોઈએ નહિ, તેમ કહેવું ઉચિત નથી, એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેને ઉત્તર આપતાં કહે છે
-
જેઓ સંયમ અનુષ્ઠાનમાં પ્રમાદી છે, ગુણોને અભિમુખ નથી માટે અવિનીત છે, તેઓ કર્મને અત્યંત પરતંત્ર છે. તેથી પાપકર્મના ઉદયથી સંયમને ગ્રહણ કર્યું છે અને સંયમની ક્રિયા કરીને મોહધારાની વૃદ્ધિ કરે છે, તેવા અત્યંત મોહને અભિમુખ જીવોને ઉપદેશવચનથી લાભ થઈ શકે નહિ; કેમ કે કર્મગુરુતા જ બાધક છે, તે તે કર્મ ગુરુના ઉપદેશને પરિણમન પમાડવામાં બાધક છે, તેને સ્પષ્ટ કરતાં કહે છે –
ગાથા:
नाऊण करयलगयाऽऽमलं व सब्भावओ पहं सव्वं ।
धम्मम्मि नाम सीइज्जइ ति कम्माई गरुयाई । । ५३१ । ।
ગાથાર્થ ઃ
હાથમાં રહેલા આમળાની જેમ સદ્ભાવથી સર્વ પથને જાણીને ધર્મમાં સિદાય છે, એથી ગુરુકર્મો છે એમ જણાય છે. II૫૩૧।।