________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૧
૫
ટીકા :
ज्ञात्वा करतलगतामलकवत् परिस्फुटं सद्भावत उपादेयबुद्ध्याऽपि पथं ज्ञानादिकं मोक्षमार्ग सर्वं निःशेषं, तथापि धर्मे नामेति सम्भाव्यते एतत् केषाञ्चित् सीद्यते प्रमादिभिर्भूयते यत्तद् ज्ञायते कर्माणि गुरुकाणि तद् विजृम्भितं तदित्याकूतम् ।।५३१।। ટીકાર્ય :
જ્ઞાત્વા .... તરિત્યાઘૂતમ્ II હાથમાં રહેલા આમળાની જેમ=અત્યંત સ્પષ્ટ સદ્ભાવથી=ઉપાદેય બુદ્ધિથી પણ, સર્વ પથને=સમગ્ર જ્ઞાનાદિ મોક્ષમાર્ગને, જાણીને તે રીતે પણ ધર્મમાં કેટલાક સિદાય છે=પ્રમાદીથી થવાય છે, જે તે ગુરુકર્મો જણાય છે, તેનાથી વિજૈભિત ગુરુકર્મોથી પ્રગટ થતો વિલાસ છે, એ પ્રમાણે અભિપ્રાય છે, નામ એ પ્રમાણે આ શબ્દ કેટલાકને સંભવે છે, તે બતાવે છે. li૫૩૧ાા ભાવાર્થ : -
જે જીવો સંસારથી અત્યંત ભય પામ્યા નથી, તેથી તેમને સંસારની રૌદ્રતા અત્યંત સ્પષ્ટ દેખાતી નથી અને સંસારના ઉચ્છેદનું કારણ ત્રણ ગુપ્તિની પરિણતિવાળો સંયમ પથ છે અને તેના અંગભૂત સંયમની બહિરંગ આચરણા છે, તેના અવલંબનથી મહાત્માઓ અંતરંગ ગુપ્તિને ઉલ્લસિત કરીને સંસારનો ઉચ્છેદ કરે છે. તેના રહસ્યને જાણવા યત્ન કરતા નથી, તે જીવો સંયમ ગ્રહણ કરીને જે પ્રમાદ કરે. છે, તેમાં મૂઢતા આપાદક કર્મો જ પ્રબળ કારણ છે. તે કર્મના વશથી સર્વ સંસારી જીવો જેમ ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ સંયમજીવન ગ્રહણ કરીને પણ મૂઢતાથી જીવવા યત્ન કરે છે, પરંતુ સંવિગ્નપાક્ષિક સાધુ તો હાથમાં રહેલા આમળાની જેમ સંપૂર્ણ મોક્ષમાર્ગને જોનારા છે, તેથી તેમને સંયમની સર્વ ક્રિયાઓ કઈ રીતે ઉપયુક્ત થઈને કરવાથી સંવરભાવ પ્રગટ થાય છે, તેના રહસ્યનો બોધ છે અને તે રીતે કરાયેલી ક્રિયા સંવરને અતિશય કરીને સંસારના ઉચ્છેદનું કારણ બને છે, તે પ્રકારે સ્થિર નિર્ણય છે અને સંસારની રૌદ્રતા પણ તેમને સ્પષ્ટ દેખાય છે, મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે, તે પણ સ્પષ્ટ દેખાય છે. તેથી તેના ઉપાયભૂત રત્નત્રયનો માર્ગ તેમને અત્યંત ઉપાદેય જણાય છે તો પણ તેઓ પ્રમાદવાળા થાય છે. તેનાથી જણાય છે કે તેમનામાં પ્રસાદ આપાદક કર્મો ગુરુ છે, મૂઢતા આપાદક કર્મો ગુરુ નથી, આથી જ જેઓ અપ્રમાદથી સાધુપણાને સેવે છે, તેમને જોઈને તે મહાત્મા હર્ષિત થાય છે, તેમના પ્રત્યે ભક્તિ થાય છે અને હંમેશાં તેમના સત્ત્વની સ્તુતિ કરીને તેમના જેવા બળસંચય માટે યત્ન કરે છે તોપણ સ્વયં સંયમની ક્રિયા કરે છે, ત્યારે તે પ્રકારે ગુપ્તિમાં અપ્રમાદ ઉલ્લસિત થતો નથી, જેથી સુસાધુની જેમ નિર્લેપ પરિણતિને અતિશય કરી શકે, આમાં પ્રબળ કારણ તેમનું તે પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ અતિશય છે, તેના કારણે જ સંવિગ્નપાક્ષિક જીવો ચારિત્રમાં શિથિલાચારી બને છે.
આ ગાથાનો અન્વય અવતરણિકા સાથે આ રીતે જોડવો – જેઓ કર્મને અત્યંત પરતંત્ર છે, તેઓ તો મૂઢતાથી જ જીવન જીવનારા છે, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી કર્મને પરતંત્ર થઈને મનુષ્યભવ નિષ્ફળ કરનારા છે, પરંતુ જેઓ તત્ત્વને સ્પષ્ટ જાણે છે, તેવા