________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૭-પ૨૮
૨૧૭
ભાવાર્થ -
વિવેકસંપન્ન વ્યાપારી પોતે વ્યાપાર કરશે, તેમાંથી કર ચૂકવવો પડશે, માણસોને પગાર ચૂકવવો પડશે તે સર્વ ખર્ચ કર્યા પછી પોતાને શું લાભ થાય છે ? તેની વિચારણા કરીને વિશિષ્ટ લાભ દેખાય તો વ્યાપારની ક્રિયા કરે છે, ન દેખાય તો તે ક્રિયા કરતો નથી, તેવી રીતે ગીતાર્થ સાધુ પણ આત્માના સુવિશુદ્ધ ભાવોથી કર્મની નિર્જરા થાય તેવી ક્રિયા કરે છે અર્થાતુ અપ્રમાદપૂર્વક જિનવચન અનુસાર કરાતી ક્રિયાથી સુવિશુદ્ધ ભાવો ઉલ્લસિત થાય છે અને તે ભાવોના પ્રકર્ષનો ઉપાય ગીતાર્થને નિર્દોષ ભિક્ષાચર્યા વગેરે જણાય ત્યારે અપવાદનું અવલંબન ન લે, પરંતુ ઉત્સર્ગમાર્ગમાં દઢ ઉદ્યમ કરીને પોતાની નિર્લેપ પરિણતિને અતિશય કરે છે, આમ છતાં તેવા વિષમ સંયોગમાં ઉત્સર્ગમાર્ગની આચરણાથી પોતાનું ચિત્ત વીતરાગભાવને અનુકૂળ નિર્લેપભાવમાં જવા અસમર્થ બને ત્યારે આગમના સારને જાણનારા ગીતાર્થ વિચારે છે કે ભગવાને બતાવેલ અપવાદિક આચરણા પણ ઉત્સર્ગમાર્ગની આચરણાથી જન્ય નિર્લેપ પરિણતિ માટે જ સેવાય છે, જેમ વાણિયો રાજાનો કર, નોકરોનો પગાર ચૂકવ્યા પછી લાભ દેખાય તો વ્યાપાર કરે છે. તેમ ગીતાર્થ મહાત્મા પણ અપવાદથી જન્ય વ્યય કરતા અંતરંગ નિઃસંગભાવની વૃદ્ધિજન્ય લાભ અધિક છે તેમ જણાય ત્યારે અપવાદની આચરણા કરે છે; કેમ કે ગીતાર્થને ઇચ્છાના ઉચ્છેદમાં સંસારનો ક્ષય દેખાય છે, તેથી ઇચ્છાના ઉચ્છેદના અંગભૂત કંઈક અપવાદિક પ્રવૃત્તિ આવશ્યક જણાય ત્યારે અપવાદને સેવીને પણ પોતાની ઇચ્છાઓને વિશેષ વિશેષતર શાંત કરીને સંતોષના સુખને પ્રાપ્ત કરે છે. પરવા. અવતરણિકા -
ननु चायव्ययतुलनया प्रवर्त्तमानस्य गीतार्थस्यास्तु निर्जरालाभो यस्तु निष्प्रयोजनं सम्पूर्णानुष्ठानविकलः संविग्नपाक्षिकमार्गः स किमर्थं समर्थित इत्याहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – આય-વ્યયની તુલનાથી પ્રવર્તમાન ગીતાર્થને નિર્જરાનો લાભ થાઓ= અપવાદથી વિપરીત આચરણા કરવામાં નિર્જરાનો લાભ થાવ, જે વળી નિપ્રયોજન સંપૂર્ણ અનુષ્ઠાનવિકલ એવો સંવિગ્સપાક્ષિક માર્ગ છે, તે શા માટે સમર્થન કરાયો ? એથી કહે છે – ભાવાર્થ :
ગીતાર્થ સાધુ નિર્લેપ પરિણતિની વૃદ્ધિના અંગરૂપે વિપરીત આચરણા કરે છે, તેથી તેને નિર્જરાનો લાભ થાય તે કહેવું સંગત છે; કેમ કે તે વિપરીત આચરણા દ્વારા પણ તે ગીતાર્થ સાધુ પોતાની ગુપ્તિની પરિણતિને અતિશય કરે છે, તેથી નિર્જરા થાય છે, પરંતુ જે સંવિગ્નપાક્ષિક છે તે નિષ્ઠયોજન સંયમના સંપૂર્ણ અનુષ્ઠાનવિકલ છે, ગીતાર્થની જેમ સંયમની વૃદ્ધિ માટે બાહ્ય અનુષ્ઠાનવિકલ નથી, તેથી તેમનું વિકલ સંયમ અનુષ્ઠાન ગુપ્તિની વૃદ્ધિનું કારણ નથી અને જે અનુષ્ઠાનથી ગુપ્તિની વૃદ્ધિ થાય નહિ તે અનુષ્ઠાન નિર્જરાનું કારણ છે, તેમ કેમ કહ્યું ? એથી કહે છે –