________________
૨૦૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૧-૫૨૨ છે જ; કેમ કે કાલનું અનાદિપણું છે અને સર્વ ભાવો સાથે સંયોગધર્મકપણું છે, જીવોને અનંતી વખત તેનો સંબંધ વિરોધ પામતો નથી, એ પ્રકારની ભાવના છે. ।।૫૨૧॥
ભાવાર્થ:
જેઓ તત્ત્વને જોવામાં મૂઢ મતિવાળા છે તેમને સંસારનું પરિભ્રમણ કઈ રીતે ચાલે છે, તે સંસારના પરિભ્રમણનું કારણ શું છે ? તેના ઉચ્છેદનો ઉપાય શું છે ? તેના વિષયક કોઈ ઊહ નથી તેવા જીવો સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યારેક એકેન્દ્રિય થાય છે, તો ક્યારેક કોઈ પુણ્યના સહકારથી પંચેન્દ્રિય થાય છે, તેમાં ક્યારેક મનુષ્ય થાય છે, તો ક્યારેક પશુ થાય છે. વળી મનુષ્યભવમાં પણ ક્યારેક ધનાઢ્ય થાય છે, ક્યારેક બુદ્ધિચાતુર્યવાળા થાય છે તોપણ તત્ત્વમાં મૂઢ જ હોય છે અને ક્યારેક દુઃખી દરિદ્ર થાય છે, તે જ રીતે સંસારમાં પરિભ્રમણ કરતા કરતા કોઈક નિમિત્તને પામીને અન્ય દર્શનના સાધુવેષ ગ્રહણ કરે છે, તો કોઈક વખત સ્વદર્શનના અર્થાત્ જૈન દર્શનના સાધુવેષ ગ્રહણ કરે છે, પરંતુ મૂઢમતિ હોવાને કારણે જે કંઈ આચરણા કરે છે, તેના દ્વારા કાષાયિક ભાવોની વૃદ્ધિ કરે છે અર્થાત્ સાધુપણું ગ્રહણ કરીને માન-ખ્યાતિ મેળવવાના ભાવો કરે છે, પરંતુ સંસારના ઉચ્છેદને અનુકૂળ કોઈ વ્યાપાર કરતા નથી. વળી ક્યારેક આ લોકનાં માન-ખ્યાતિ આદિ પ્રત્યે નિરપેક્ષ થાય છે તોપણ પરલોકના ભોગસુખો જ તેને તત્ત્વ દેખાય છે અને તેના ઉપાયરૂપે જ કષાયોના અપ્રવર્તનરૂપ શુભલેશ્યા દેખાય છે, પરંતુ કષાયો જ જીવના ક્લેશરૂપ છે, જીવની અકષાય અવસ્થા જ સુંદર છે તેના પરમાર્થને જોવાની નિપુણ મતિ પ્રગટ થઈ નથી, તેવા જીવો મૂઢતાને વશ સર્વ ભાવોને ચાર ગતિઓમાં અનંતી વખત પ્રાપ્ત કરે છે, તેમ આ લોકમાં માન-ખ્યાતિ મેળવવા માટે અનંતી વખત સાધુપણું પ્રાપ્ત કરે છે, ક્યારેક પરલોકનાં ભૌતિક સુખો માટે સાધુવેષને પ્રાપ્ત કરે છે. પરંતુ સુસાધુ જેમ અસંગભાવમાં યત્ન કરે છે, તેને અતિ દૂરવર્તી પણ તેવો યત્ન લેશથી પણ તે જીવો કરતા નથી અને તે રીતે પરિભ્રમણ કરતા કરતા સર્વ જીવો અનંતી વખત ૨જોહરણ વગેરે ગ્રહણ કરે છે, સંયમની ક્રિયાઓ કરે છે, પરંતુ સંસારના અંતને અનુરૂપ લેશ પણ યત્ન કરતા નથી માટે ભગવાને કહેલ સાધુવેષ ધારણ કરનારા પણ સંસારના પથમાં છે. I૫૨૧॥
અવતરણિકા :
किञ्चात्यन्तनिर्गुणस्य लिङ्गत्याग एव ज्यायानित्युक्तमतस्तत्र कैवास्था ?, अन्यच्चासौ तदमुञ्चन्नागमज्ञैः प्रज्ञापनीयस्तथापि च यो न त्यजेत् तं प्रत्याह
અવતરણિકાર્ય :
વળી અત્યંત નિર્ગુણને લિંગનો ત્યાગ જ શ્રેષ્ઠ છે, એ પ્રમાણે કહેવાયું. આથી ત્યાં કઈ આસ્થા ? અર્થાત્ તેવા લિંગમાં કલ્યાણ થશે તેવી શ્રદ્ધા રાખવી જોઈએ નહિ અને બીજું – આદ્રવ્યલિંગધારી સાધુ, તેને નહિ મૂકતો=સાધુવેષને નહિ છોડતો, આગમના જાણનારા વડે