________________
૧૬૦
ટીકા ઃ
द्वावेव जिनवरैर्जातिजरामरणविप्रमुक्तैर्लोके पथ भणितौ । यदुत सुश्रमणः स्यादित्येको मार्गः, सुश्रावको वा भवेदिति द्वितीयः, अपिशब्दात्तृतीयः संविग्नपाक्षिकमार्गोऽप्यस्ति, केवलमसावनयोरेवान्तर्भूतो द्रष्टव्यः, सन्मार्गोपबृंहकत्वेन तन्मध्यपातित्वाविरोधादिति ।।४९१ ।।
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૧
ટીકાર્ય ઃ
द्वावेव અવિરોધાવિત્તિ ।। જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરો વડે લોકમાં બે જ માર્ગ કહેવાયા છે, તે થવુતથી બતાવે છે સુશ્રમણ થાય એ એક માર્ગ છે અને સુશ્રાવક થાય એ બીજો માર્ગ છે. અપિ શબ્દથી ત્રીજો સંવિશ્વપાક્ષિક માર્ગ પણ છે, કેવળ આ પણત્રીજો માર્ગ પણ, આ બેમાં અંતર્ભૂત જાણવો; સન્માર્ગનું ઉપબૃહકપણું હોવાને કારણે તેના મધ્યપાતત્વનો અવિરોધ છે. ।।૪૯૧||
*****
-
ભાવાર્થ:
ભગવાને સંસારના ક્ષય માટે બે જ માર્ગ બતાવ્યા છે અને ભગવાન પોતે જન્મ-જ૨ા-મરણથી મુકાયેલા છે, તેથી પોતાની તુલ્ય થવાના ઉપાયરૂપે બે માર્ગો કહ્યા છે. એક સુસાધુપણું અને બીજો સુશ્રાવકપણું.
તેથી એ પ્રાપ્ત થાય કે જેમનું ચિત્ત સંસારથી અત્યંત વિરક્ત છે અને જગતના ભાવોથી પર થવા માટે નિગ્રંથભાવમાં જવા સમર્થ છે, તેવા સાત્ત્વિક જીવો માટે ત્રણ ગુપ્તિ છે પ્રધાન જેમાં એવો સાધુધર્મ જ સંસારના ઉચ્છેદનો શ્રેષ્ઠ માર્ગ છે અને જેઓ સંસારથી ભય પામેલા છે, સંસારના ઉચ્છેદના અર્થી છે તોપણ કામાદિ વિકાર આપાદક કર્મો બળવાન શક્તિવાળા છે, તેથી કામને વિકૃતિરૂપે જોનારા હોવા છતાં કામના વિકારોનો સર્વથા ૨ોધ કરવા અસમર્થ છે, તેઓ પોતાની શક્તિ અનુસાર કામવિકારના રોધ માટે દેશિવરતિનું પાલન કરીને સાધુધર્મની શક્તિનો સંચય કરે તે બીજો સુશ્રાવક ધર્મ માર્ગ છે, પરંતુ તે સુસાધુ ધર્મ કરતાં કંઈક દૂરવર્તી માર્ગ છે, આ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી, તેથી જેઓ ચારિત્રમાં આળસુ છે અને શાસ્ત્રોના પલ્લવને ગ્રહણ કરીને અમે શાસ્ત્ર જાણનારા છીએ એમ માને છે, તેઓ ઉન્માર્ગગામી છે અને આ બન્નેમાંથી એક પણ માર્ગમાં નથી.
ગાથામાં રહેલ પિ શબ્દથી ત્રીજો સંવિગ્નપાક્ષિક માર્ગ છે, તેમ બોધ થાય છે તોપણ તેનો અંતર્ભાવ આ બન્ને માર્ગમાં થાય છે; કેમ કે સંવિગ્નપાક્ષિક જીવો સાધુવેષમાં રહીને સાધ્વાચારની ક્રિયા કરે છે અને સાધુધર્મ પ્રત્યે બદ્ઘ રાગવાળા છે તોપણ ક્લિષ્ટ ચારિત્ર મોહનીયના ઉદયથી તેઓ સાધુધર્મના આચારો તે પ્રકારે સુવિશુદ્ધ પાળવા સમર્થ નથી, છતાં સુવિશુદ્ધ આચારોના પરમાર્થને જાણનારા છે અને તેના પક્ષપાતવાળા છે, તેથી હંમેશાં સન્માર્ગનું જ ઉપબૃહણ કરે છે અને લોકો આગળ પોતાની આચરણાની હીનતા દેખાડીને પણ સન્માર્ગ તો ગુપ્તિપ્રધાન જ છે તેમ લોકો આગળ કહે છે અને પોતાને પણ ગુપ્તિપ્રધાન સન્માર્ગ જ તત્ત્વ દેખાય છે, તેથી સુશ્રાવકોની જેમ તેમને સુશ્રમણપણું સાર દેખાય છે, તે અપેક્ષાએ