________________
૧૬૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૪, ૪૯૫-૪૯૬ તે શ્રાવક અત્યંત સમૃદ્ધ છે, તેથી તે શ્રાવક ભક્તિના અતિશયથી સુંદર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવે, તેના દ્વારા સંસારના ઉચ્છેદની શક્તિનો સંચય કરે તેવો પણ દ્રવ્યસ્તવ ભાવસ્તવ કરતાં ઘણો અલ્પ છે; કેમ કે ધનાદિના પ્રતિબંધથી યુક્ત વીતરાગતા તરફ જવાના યત્ન સ્વરૂપ દ્રવ્યસ્તવ છે, તેથી ધનાદિના પ્રતિબંધરૂપ અંશથી વીતરાગ થવાનો યત્ન અલ્પમાત્રામાં થાય છે, જ્યારે સુસાધુ ત્રણ ગુપ્તિમાં દૃઢ વ્યાપાર કરીને અને તપ દ્વારા શરીરની અને કષાયોની સંલેખના કરીને વીતરાગ થવા યત્ન કરે છે, તેથી તે મહાત્મા સર્વ પ્રકારના પ્રતિબંધોના ત્યાગપૂર્વક માત્ર વીતરાગ તુલ્ય થવાનો પૂર્ણ ઉદ્યમ કરે છે, માટે દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ અધિક છે; કેમ કે તપસંયમ દ્વારા કષાયોનો ક્ષય કરીને તે મહાત્મા શીઘ્ર મોક્ષ પામે છે. II૪૯૪
અવતરણિકા :
यत एवं तस्मात् सति सामर्थ्ये भावार्चने यतितव्यम् । केवलमङ्गीकृते तस्मिन् प्रमादो न विधेयोऽन्यथा महानपायः स्यादत एव तं दर्शयितुं लौकिकदृष्टान्तमाह
અવતરણિકાર્થ :
જે કારણથી આમ છે=પૂર્વમાં ગાથામાં કહ્યું એવા શ્રેષ્ઠ પણ દ્રવ્યાર્ચનથી ભાવાર્ચન અધિક છે એમ છે, તે કારણથી સામર્થ્ય હોતે છતે ભાવાર્ચમાં યત્ન કરવો જોઈએ, કેવલ તે અંગીકાર કરાયે છતે=ભાવાર્ચન કરવા માટે તેના અંગભૂત પાંચ મહાવ્રતો સ્વીકારાયે છતે, પ્રમાદ કરવો જોઈએ નહિ, અન્યથા=પ્રમાદ કરાયે છતે, મહાન અપાય થાય=અત્યંત અનર્થ થાય, આથી જ તેને=સંયમ સ્વીકાર્યા પછી પ્રમાદ કરવાથી જે અનર્થો થાય તેને, બતાવવા માટે લૌકિક દૃષ્ટાંતને કહે છે
ગાથા :
-
निब्बीए दुब्भिक्खे, रन्ना दीवंतराउ अन्नाओ ।
आऊणं बीयं इह दिनं कासवजणस्स ।। ४९५ ।। केहिवि सव्वं खइयं, पइन्नमन्नेहिसव्वमद्धं च । वुत्तुग्गयं च केई, खित्ते खोट्टेति संतत्थ ।।४९६।।
ગાથાર્થ ઃ
નિર્બીજ અને દુર્ભિક્ષ કાળ હોતે છતે બીજા દ્વીપમાંથી બીજને લાવીને અહીં=પ્રસ્તુત દેશમાં, ખેડૂતવર્ગને અપાયાં=વાવવા માટે બીજ અપાયાં.
કેટલાક વડે સર્વ ખવાયું, કેટલાક વડે સર્વ વવાયું, બીજા વડે અર્ધી વવાયાં અને કેટલાક ખેતરમાં વાવીને ઊગેલાને કૂટે છે, એથી સંત્રસ્ત છે. ।।૪૫-૪૯૬||