________________
૧૭૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૦-૫૦૧ છે, તેટલા અંશથી તેઓ બે પ્રકારના માર્ગ પ્રત્યે રુચિને ધારણ કરનારા છે અને તેના સન્મુખ ભાવથી જે કંઈ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ ક્રમે કરીને તે બે પ્રકારના માર્ગની પ્રાપ્તિનું કારણ છે. આથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સુસાધુ ધર્મ અને સુશ્રાવક ધર્મનું ભાવન કરીને તે ધર્મ પ્રત્યે દઢ પક્ષપાતવાળા થાય છે. ફક્ત અવિરતિનો તીવ્ર ઉદય હોવાથી તે બે માર્ગને સાક્ષાત્ આચરણારૂપે તેવી શકતા નથી તોપણ જેમ જેમ તે માર્ગોનું ભાવન કરે છે તેમ તેમ તે બે માર્ગની પ્રાપ્તિમાં બાધક કષાયો ક્ષીણ કરે છે, તેટલા અંશમાં તેઓ પણ તે બે માર્ગને સેવનારા છે અને પૂલ બોધવાળા માર્ગાનુસારી જીવો પણ તે બે માર્ગને પોતાના પૂલ બોધ અનુસાર ભાવન કરે છે. આથી જ તેઓને પણ નિષ્પાપ જીવન સુંદર જણાય છે અને આરંભ-સમારંભમય પ્રવૃત્તિઓ પણ પાપ સ્વરૂપ જણાય છે. ફક્ત સ્થૂલ બોધ હોવાને કારણે સ્થૂલથી નિષ્પાપ જીવનનો અને સપાપ જીવનનો વિભાગ કરે છે અને અભ્યાસના બળથી જ્યારે સૂક્ષ્મ બોધને પ્રાપ્ત કરે છે ત્યારે સૂક્ષ્મ બોધ અનુસાર સાધુધર્મ અને શ્રાવકધર્મનું ભાવન કરે છે, તેનાથી તે બે ધર્મોની પ્રાપ્તિનાં બાધક કર્મો ક્ષીણ થાય છે અને જેમના શ્રાવકધર્મનાં બાધક કર્મો ક્ષીણ કરે છે, તેઓ સાક્ષાત્ શ્રાવકધર્મને સેવીને સાધુધર્મનાં બાધક કર્મોને ક્ષય કરવા યત્ન કરે છે અને જેમના સાધુધર્મનાં બાધક કર્મો ક્ષીણ થયાં છે તેઓ સાધુધર્મને સેવીને ક્ષપકશ્રેણીનાં બાધક કર્મોને ક્ષય કરવા યત્ન કરે છે અને જેમનાં ક્ષપકશ્રેણીનાં બાધક કર્મો ક્ષય થયાં છે, તેઓ ક્ષપકશ્રેણીમાં યત્ન કરીને ક્ષાયિકભાવનાં બાધક કર્મોને ક્ષીણ કરવા યત્ન કરે છે. આ રીતે ભગવાને બતાવેલા સાધુધર્મનું અને શ્રાવકધર્મનું જેઓ સર્વથા ઉલ્લંઘન કરે છે, તેઓ સર્વ જિનોની આજ્ઞાનો ભંગ કરે છે; કેમ કે તેઓ જે કંઈ સંસારની આચરણા કરે છે, તેનાથી પણ મોહધારાની વૃદ્ધિ કરે છે, કદાચ બાહ્યથી ધર્મની ક્રિયા કરે તોપણ કષાયોના ક્ષયમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ તે તપ-સંયમની ક્રિયા દ્વારા પણ માન-ખ્યાતિ આદિ મોહના ભાવોને દઢ કરે છે, તેઓ સાધુધર્મ અને શ્રાવકધર્મનું ઉલ્લંઘન કરીને સર્વ જિનોની આજ્ઞાનો નાશ કરે છે. આથી સર્વ પાર્થસ્થાદિ સાધુઓ સાધુવેષમાં હોવા છતાં બન્ને પ્રકારના ધર્મોનો નાશ કરીને સર્વ તીર્થકરોની આજ્ઞાનો ભંગ કરે છે અને જેઓ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે, તેઓ જરા-મરણરૂપ અનંત સંસારમાં ભમે છે, તેથી સંસારના પરિભ્રમણથી ભય પામેલા મહાત્માઓએ સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણવા સતત યત્ન કરવો જોઈએ અને જાણીને તેના સેવનનો દૃઢ અભિલાષ કરવો જોઈએ અને શક્તિ અનુસાર તેને ઉચિત કૃત્યો કરીને ભગવાનની આજ્ઞા અનુસાર જ સમ્યક્ત, દેશવિરતિ આદિ ભાવોમાં યત્ન કરીને સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. આપ૦૦ના અવતરણિકા :
यदा तर्हि भग्नपरिणामतया न शक्नोति व्रतं धारयितुं तदा किं विधेयमित्याहઅવતરણિતાર્થ -
તો જ્યારે ભગ્ન પરિણામપણાને કારણે વ્રતને ધારણ કરવા સમર્થ નથી, ત્યારે શું કરવું જોઈએ ? એથી કહે છે –