________________
૧૭૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૩-૫૦૪ જાણીને તે પ્રકારના દૃઢ અધ્યવસાયથી શક્તિ અનુસાર તે ઉચિત આચરણા કરે અને ચિત્તને તે પ્રકારના સંવરભાવમાં રાખે તો જ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન ત્રિવિધ ત્રિવિધથી ગ્રહણ કર્યું કહેવાય. તેવા પરમાર્થને જાણીને તે પ્રતિજ્ઞા કરે છે તેમ કહી શકાય; કેમ કે જ્ઞાત્વા મ્યુવેત વિરમળ એ વિરતિનું સ્વરૂપ છે અને જેમને તે પ્રકારનું કોઈ જ્ઞાન નથી, તેઓ જે પ્રત્યાખ્યાન કરે છે તે પ્રત્યાખ્યાનને અનુરૂપ કોઈ આચરણા કરતા નથી. એટલું જ નહિ પણ તે પ્રકારે આચરણા કરવાનું જ્ઞાન નહિ હોવાથી તે પ્રકારની રુચિ પણ નથી, તેથી તેઓને સર્વથા વિરતિ નથી. છતાં પોતે સર્વવિરતિવાળા છે તેમ બોલે છે. પરમાર્થથી તેઓ સર્વવિરતિથી અને દેશવિરતિથી ચૂકે છે; કેમ કે જે પ્રકારે પ્રતિજ્ઞા કરી છે તે પ્રકારે કરતા નથી, વસ્તુતઃ પ્રાયઃ પાર્શ્વસ્થા સાધુ પણ સર્વવિરતિ ગ્રહણ કરે છે, ત્યારે સર્વવિરતિના સ્વરૂપનો યથાર્થ બોધ કરે છે, ત્રિવિધ ત્રિવિધની મર્યાદા જાણે છે, ત્યારપછી તેઓ મહાવ્રત ઉચ્ચરાવે છે, તેથી તેમણે ભગવાને આપેલ બીજનું ખેતરમાં વપન કર્યું છે, પરંતુ પાછળથી પ્રમાદી થવાને કારણે ભ્રંશ પામેલા છે અને જેમને ત્રિવિધ ત્રિવિધ વિષયક માર્ગાનુસારી બોધ નથી તેઓ તો પ્રથમથી જ સંયમમાં ઉત્થિત નથી. વળી જેઓ મુગ્ધતાથી સંયમ ગ્રહણ કરે છે અને ત્રિવિધ ત્રિવિધ શબ્દની મર્યાદાને જાણતા નથી, તેમનું સર્વવિરતિનું ગ્રહણ પરમાર્થથી અન્ય દર્શનના અવિવેકી જીવોના સંન્યાસ તુલ્ય અવિવેકમૂલક પ્રવૃત્તિરૂપ છે, ફક્ત અન્ય દર્શનમાં પણ ભદ્રક પ્રકૃતિવાળા તામલી તાપસ વગેરે દયાળુ સ્વભાવ વગેરેને કારણે કાંઈક હિત સાધી શક્યા, તેમ ભગવાનના શાસનમાં રહેલા પણ ત્રિવિધ ત્રિવિધના પરમાર્થના અજ્ઞાની જીવો દયા વગેરેના પરિણામને કારણે ભદ્રક પ્રકૃતિવાળા હોય તો તેટલું હિત સાધી શકે છે અને જેમને તે પ્રકારની કોઈ જિજ્ઞાસા નથી, માત્ર પોતાની બુદ્ધિ અનુસાર તે તે આચરણા કરીને સંતોષ માને છે તેઓ દેશવિરતિ અને સર્વવિરતિથી તો ભ્રષ્ટ છે, પરંતુ તેના સન્મુખભાવથી પણ રહિત છે, માટે વિવેકીએ ત્રિવિધે ત્રિવિધ સાવદ્ય યોગના પચ્ચક્ખાણને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યત્ન કરવો જોઈએ, જેથી બોધ અને રુચિના બળથી દુષ્કર એવું સર્વવિરતિનું પાલન કંઈક સન્મુખ ભાવવાળું થાય. I૫૦૩॥
અવતરણિકા :
न केवलमुभयविरत्योरभाव:, मिथ्यादृष्टित्वं च सम्पद्यते तस्येत्याह
અવતરણિકાર્થ ઃ
કેવળ ઉભય વિરતિનો અભાવ નથી=જેઓ સર્વવિરતિનો સ્વીકાર કરીને તે પ્રકારે સર્વવિરતિનું પાલન કરતા નથી, તેમનામાં કેવળ દેશવિરતિ અને સર્વવિરતિનો અભાવ નથી અને તેને મિથ્યાદૃષ્ટિપણું પ્રાપ્ત થાય છે એ પ્રકારે કહે છે
ગયા :
जो जहवायं न कुण, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? | वड्डेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ।।५०४।।