________________
૧૮૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૯
ટીકાર્ચ -
મદાત્રતાલુકતાનિ ... વિવેક | જાણીતા એવા મહાવ્રતો અને અણુવ્રતોને ત્યાગ કરીને જે અચ=સંયમથી અન્ય એવા, તપd=અનશન વગેરે અથવા તીર્થાતરીય સંબંધી તપ, આચરે છે તે અજ્ઞાની જે કારણથી મૂઢ છે=મોહથી હણાયેલો છે અને આથી જ એ નોબોદ્ર જાણવો,
નીંબોદ્રનો અર્થ સ્પષ્ટ કરે છે – સમુદ્રમાં મૂર્ણપણાથી જે તાવને તોડીને લોઢાના ખીલાને ગ્રહણ કરે છે, તેની જેમ જાણવો. સંયમરૂપી તૌકાના ભંગમાં ગ્રહણ કરાયેલ તારૂપી લોખંડના ખીલાનું પણ ભવસમુદ્રમાં ડૂબવું હોવાથી તેનું ગ્રહણ વ્યર્થ છે, તે કારણથી બન્નેમાં પણ તપ-સંયમ બંનેમાં પણ, યત્ન કરવો જોઈએ. પ૦૦
ભાવાર્થ :
કેટલાક મહાત્માઓ આત્મકલ્યાણના અર્થ છે તોપણ ઇન્દ્રિયો અતિચંચળ છે, તેથી મહાવ્રતોના પાલનમાં અસમર્થ છે. વળી કેટલાક શ્રાવકો પણ મહાવ્રતોને લક્ષ્ય કરીને તેની શક્તિનો સંચય થાય તે રીતે અણુવ્રતોનું પાલન કરવા માટે અસમર્થ છે; કેમ કે ઇન્દ્રિય અને મનની ચંચળતાને કારણે જે વ્રતો પોતે સ્વીકાર્યા છે તેને અનુરૂપ ઉચિત યત્ન કરીને સંવરભાવ કરી શકતા નથી, તેથી વિચારે છે કે આ મહાવ્રતો અને અણુવ્રતોનું પાલન અતિદુષ્કર છે. તેથી અનશનાદિ બાહ્ય તપ કરીને મનમાં સંતોષ પામે છે તેઓ અજ્ઞાની છે; કેમ કે બાહ્ય સર્વ તપ-સંયમને અતિશય કરવાનું અંગ છે, એથી જો સંયમ ન હોય તો તપ નિષ્ફળપ્રાયઃ છે, તેથી સંયમને છોડીને તપ કરનારા જીવો અજ્ઞાની નોબોદ્ર જેવા છે. જેમ કોઈક પુરુષ સમુદ્રમાં હોય ત્યારે તેને ખીલાની આવશ્યકતા જણાય તો નાવને તોડીને ખીલો ગ્રહણ કરે તો તે સમુદ્રમાં ડૂબે છે અને લોકમાં તે મૂર્ખ કહેવાય છે, તેમ કર્મબંધના નિરોધ માટે જેઓ મહાવ્રતમાં કે અણુવ્રતમાં શક્તિ અનુસાર લેશ પણ યત્ન કરતા નથી, તેઓ તપ કરીને સંવરના અતિશયને કરી શકતા નથી, તેથી સંયમરૂપ નાવનો નાશ કરીને ખીલાના ગ્રહણ જેવું તપ ભવસમુદ્રમાં ડૂબતા તેનું રક્ષણ કરવા સમર્થ નથી, આથી સુસાધુએ મહાવ્રતોના પાલન માટે નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરી સંયમની વૃદ્ધિ કરવા યત્ન કરવો જોઈએ. ત્યારપછી તપમાં વિશેષ પ્રકારે યત્ન કરવો જોઈએ, પરંતુ જેઓ તપમાં યત્ન કરે છે અને નિર્દોષ ભિક્ષાચર્યા કે સ્વાધ્યાય વગેરે દ્વારા સંવરભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા નથી, તેઓ અનુકૂળતાની લાલસાવાળા પ્રમાદી સ્વભાવવાળા સદોષ ભિક્ષાદિ ગ્રહણ કરે છે અને મનના સંતોષ માટે બાહ્ય તપ કરીને અમે આરાધના કરીએ છીએ, તેવો ભ્રમ ધારણ કરે છે. વસ્તુતઃ પ્રથમ સંયમને સુવિશુદ્ધ કરવા માટે યત્ન કરવો જોઈએ અને સંયમને અતિશય કરવા માટે તપમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સંવરનો અતિશય થાય. પ૦૯II