________________
૧૯૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૪-૫૧૫
ભાવાર્થ :
સુસાધુ જેમ મોક્ષના અભિલાષવાળા છે, તેમ સંવિગ્નપાક્ષિક મોક્ષના અભિલાષવાળા સુસાધુના વર્ગમાં સુંદર બુદ્ધિવાળા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો જેઓ સર્વ ઉદ્યમથી નિગ્રંથભાવને અનુકૂળ યત્ન કરે છે, તેઓ જ મોક્ષના અભિલાષવાળા છે, બીજા સાક્ષાત્ મોક્ષના અભિલાષવાળા નથી, પરંતુ સુસાધુ મોક્ષના કારણભૂત બાહ્ય અને અત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથનો ત્યાગ કરી રહ્યા છે અને સંપૂર્ણ નિગ્રંથભાવવાળા સિદ્ધની તુલ્ય થવા માટે અસ્મલિત ઉદ્યમ કરનારા છે, તેથી મોક્ષના અભિલાષવાળા છે તેવા સાધુઓ સુંદર છે તેમ સંવિગ્નપાક્ષિક માને છે અને પોતાને પણ તેમના જેવું સુંદર થવું છે, તેવી પરિણતિવાળા સંવિગ્નપાક્ષિક છે. તેનું લક્ષણ સંક્ષેપથી આગળની ગાથાઓમાં કહેશે, તેવું ગણધર વગેરેએ કહ્યું છે, તેથી સંવિગ્નપાક્ષિક સંયમની બાહ્ય ક્રિયાઓ ભૂલથી કરતા હોય તો પણ સાભિધ્વંગ ચિત્તવાળા હોવાથી પ્રમાદી છે, તેથી તેમની ક્રિયા નિગ્રંથભાવને અનુકૂળ નથી તે અપેક્ષાએ તેઓ શિથિલ આચારવાળા છે, વળી સુસાધુનો પક્ષ કરનારા છે, તેથી તત્ત્વના પક્ષપાતના પરિણામને કારણે તેઓ પણ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું શોધન કરે છે; કેમ કે મૂઢતાથી જ્ઞાનાવરણી આદિ કર્મો બંધાય છે અને તેઓ સુસાધુ જેવા સત્ત્વવાળા નહિ હોવા છતાં સુસાધુ પ્રત્યે રાગ કરીને મૂઢતાનો પરિહાર કરે છે અને પોતાનાં પ્રમાદ આપાદક કર્મોને પણ સુસાધુ પ્રત્યેના પક્ષપાત દ્વારા શિથિલ કરે છે, તેથી જ્ઞાનાવરણીય, ચારિત્રમોહનીય આદિ કર્મોનો પણ તેઓ નાશ કરે છે. પ૧૪
અવતરણિકા :
तत्र 'बहुवचनोद्देशेऽप्येकवचननिर्देशो भवतीति न्यायं दर्शयन् तदेव लक्षणमभिधित्सुराहઅવતરણિકાર્ય :
ત્યાં=સંવિ4પાક્ષિક એ કથનમાં, બહુવચનમાં ઉદ્દેશ હોતે છતે પણ એકવચનમાં નિર્દેશ છેઃ ગાથા-પ૧૪માં બહુવચનથી ઉદ્દેશ કરેલ હોવા છતાં તેનો નિર્દેશ એકવચનથી છે, એ ન્યાયને બતાવતાં તેના જ લક્ષણને=સંગ્નિપાક્ષિકના લક્ષણને, એકવચનના નિર્દેશથી કહેવાની ઈચ્છાથી કહે છે –
ગાથા :
सुद्धं सुसाहुधम्मं, कहेइ निदइ य निययमायारं ।
सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमराइणिओ ।।५१५ ।। ગાથાર્થ :
શુદ્ધ સુસાધુધર્મને કહે છે સંવિગ્નપાક્ષિક કહે છે, પોતાના આચારની નિંદા કરે છે, સતપસ્વીઓની આગળ સર્વથી (પોતાને) અવમરત્નાધિક કરે છે. પ૧૫ll