Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 208
________________ ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૫૧૨ ૫૧૩ ૧૯૧ વગેરેથી તેઓ ગૃહસ્થ ન થયા હોય અને ચારિત્રમાં પક્ષપાતપૂર્વક કંઈક યતનાથી જીવતા હોય તો તેઓ સર્વથા મોક્ષમાર્ગથી બહિર્ભૂત નથી, તેમ વ્યવહારનય સ્વીકારે છે. I૫૧૨॥ અવતરણિકા : तदियता ग्रन्थेन यदुक्तम् - 'द्वावेव मार्गों जिनवरैरुक्तौ' इति तद् व्यवस्थापितम् । तयोरेवापिशब्दसूचितस्य च संविग्नपाक्षिकमार्गस्य स्वकार्यसाधकत्वं दर्शयन्नाह અવતરણિકાર્થ : તે આટલા ગ્રંથથી=ગાથા-૪૯૧થી માંડીને અત્યાર સુધી એટલા ગ્રંથથી, જે કહેવાયું=ગાથા૪૯૧માં જે કહેવાયું – ‘ભગવાન વડે બે માર્ગો જ કહેવાયા છે' તે વ્યવસ્થાપન કરાયું અર્થાત્ કઈ રીતે ભગવાને બે માર્ગ કહ્યા છે ? તેની સ્પષ્ટતા કરાઈ. હવે તે બેના જ અને અપિ શબ્દથી સૂચિત સંવિગ્નપાક્ષિક માર્ગનું=ગાથા-૪૯૧ના અંતે કહેલ પિ શબ્દથી સૂચિત એવા સંવિગ્નપાક્ષિક માર્ગનું સ્વકાર્યસાધકપણું બતાવતાં કહે છે ગાથા: सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओ वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्झइ संविग्गपक्खरुई ।।५१३।। ગાથાર્થ ઃ સારા ચારિત્રવાળા યતિ શુદ્ધ થાય છે, ગુણથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્ન ચરણ-કરણવાળા સંવિગ્નપક્ષની રુચિવાળા શુદ્ધ થાય છે. II૫૧૩|| ટીકા ઃ शुद्ध्यत्यशेषकर्ममलकलङ्कप्रक्षालनेन निर्मलो भवति यतिः सुचरणो दृढचारित्रः, शुद्ध्यति सुश्रावकोऽपि गुणकलितः सम्यग्दर्शनाणुव्रतादिषु सुप्रतिष्ठः, अवसन्नचरणकरणः शिथिलोsपि स्वयम्, अपिशब्दोऽत्रापि सम्बध्यते, शुद्ध्यति, किम्भूतः सन्नित्याह- संविग्ना मोक्षाभिलाषिणः सुसाधवः तत्पक्षे तदनुष्ठाने रुचिरभिलाषो यस्याऽसौ संविग्नपक्षरुचिरिति, बहुशः क्रियाऽभिधानं शुद्धेर्भेददर्शनार्थं, तथाहि - यतेः साक्षाच्छुद्धिरन्यथेतरयोरिति ।।५१३ ।। ટીકાર્ય : શુતિ . ફતવોરિતિ ।। સુચારિત્રવાળા=દૃઢ ચારિત્રવાળા, યતિ સમગ્ર કર્મમલરૂપ કલંકના પ્રક્ષાલનથી નિર્મળ થાય છે, ગુણથી કલિત=સમ્યગ્દર્શન-અણુવ્રત વગેરેમાં સુસ્થિત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, અવસન્નચરણકરણવાળો=સ્વયં શિથિલ પણ, શુદ્ધ થાય છે, કેવા પ્રકારનો છતો

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258