________________
૧૭૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯ ભાવાર્થ :
પંદર કર્મભૂમિઓ છે, તેમાં જન્મેલા જીવો આત્મારૂપી ક્ષેત્રમાં ધર્મના બીજને વાવવા સમર્થ છે, પરંતુ વાવવાને યોગ્ય બીજ આ ભૂમિમાં ઉપલબ્ધ નથી, તેનો દુષ્કાળ વર્તે છે, તેવા સમયે રાજા તુલ્ય તીર્થંકરો જન્મે છે, તે તીર્થકરો કેવળજ્ઞાન પામીને કેવળજ્ઞાનરૂપી દ્વીપથી ધર્મબીજોને લાવીને યોગ્ય જીવોને મોક્ષરૂપી ધાન્યની પ્રાપ્તિ માટે આપે છે; કેમ કે છબસ્થ જીવોને અતીન્દ્રિય એવો મોક્ષમાર્ગ પ્રત્યક્ષ નથી, જ્યારે તીર્થકરો કેવળજ્ઞાન પામ્યા પછી કઈ રીતે યત્ન કરવાથી આત્મામાં મોક્ષને અનુકૂળ ધર્મ નિષ્પન્ન થાય તેના બોધવાળા હોય છે, તેથી કેવળજ્ઞાનના બળથી કઈ ઉચિત પ્રવૃત્તિ આત્મામાં વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તે જાણીને તેવા ઉત્તમ માર્ગરૂપ બીજો લોકોને બતાવ્યાં અને ભગવાનના વચનથી જેઓ તે ભાવોને આત્મામાં પ્રગટ કરે છે તેમનામાં તે ધર્મબીજનું વપન થાય છે, તેમાંથી ધાન્યની ઉત્પત્તિ થાય છે, તે ધાન્ય મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે.
આ કર્મભૂમિમાં જન્મેલા જીવો ચાર પ્રકારના હોય છે. તે જીવો પોતાની યોગ્યતા અનુસારે ભગવાન પાસેથી તે ધર્મબીજોને પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે ? તે કહે છે –
અસંયત જીવો તે ધર્મબીજોના સ્વરૂપને ભગવાન પાસેથી સાંભળે છે તો પણ તે વચનોનો ઉપયોગ ભોગવિલાસમાં કરે છે, પરંતુ તે વચનોને ધાન્યની પ્રાપ્તિ માટે આત્મામાં પરિણમન પમાડવા યત્ન કરતા નથી, તેઓ તે ધર્મબીજને ખાય છે અર્થાતુ પોતાના તુચ્છ ભોગવિલાસમાં તેનો ઉપયોગ કરે છે અને તેનો અંત લાવી દે છે, પરંતુ આત્મકલ્યાણમાં ઉપયોગ કરીને મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી.
બીજા પ્રકારના જીવો ભગવાનના ઉપદેશને સાંભળે છે, પરંતુ ભોગવિલાસની પ્રવૃત્તિ સર્વથા ગઈ નથી, છતાં આત્મકલ્યાણના અર્થી છે, તેથી ભગવાને આપેલા ધર્મબીજોમાંથી અર્ધા આત્મામાં વાવે છે, તેનાથી વીતરાગતાને અનુકૂળ કંઈક ભાવો પ્રગટ થાય છે અને ભગવાને આપેલા વચનના બળથી સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરીને ભોગવિલાસમાં તે બીજોનો ઉપયોગ કરે છે, તેટલાં બીજોને ભોગવીને વિનાશ કરે છે.
ત્રીજા પ્રકારના જીવો સુસાધુ છે, તેઓ સર્વ શક્તિથી ભગવાનના વચનથી આત્માને ભાવન કરીને આત્મક્ષેત્રમાં ધર્મબીજોને વાવે છે અને સમ્યફ પાલન દ્વારા તેમાંથી વૃક્ષની નિષ્પત્તિ કરે છે, તેનાથી તેમને મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ થશે.
ચોથા પ્રકારના જીવો પાર્થસ્થા છે તેઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારે આત્મામાં ધર્મબીજને વાવે છે અને પોતાના ખેતરમાં કંઈક ધર્મબીજ નિષ્પન્ન થયા પછી તેમાંથી ધાન્ય પ્રગટ થાય તેના પૂર્વે જ લણવા માંડે છે. ભગવાને લણવાનો આદેશ કર્યો નથી તોપણ ચોર ખેડૂતો જેવા તેઓ તેને લણે છે; કેમ કે દુર્બળ ધૃતિવાળા છે, તપ-સંયમમાં પરિશ્રાંત છે અને શીલના ભારને છોડી દેનારા પાર્શ્વસ્થા છે, ભગવાનરૂપી રાજાની આજ્ઞાનો ભંગ કરનારા હોવાથી શિક્ષા આપનારા રાજપુરુષો જેવાં ક્લિષ્ટ કર્મો તેમને પકડીને દુર્ગતિમાં વિનાશ પમાડે છે. વળી પોતે અત્યંત પ્રમાદી છે, તેથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોવાને કારણે મૃત્યુ વખતે સંત્રસ્ત માનસવાળા હોય છે; કેમ કે તે વખતે તેઓને ભય થાય છે કે અમે