________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૦-૪૯૧
૧પ૯ યથાર્થ જોનારા છે, વળી શાસ્ત્રોનું તાત્પર્ય અતિગહન છે, એથી તેના તાત્પર્યને જોનારા મહાત્માની સદા ગવેષણા કરનારા છે અને તેમને અનુસરવા માટે તત્પર છે એવા જીવોને ઉપદેશ દ્વારા સૂક્ષ્મ ભાવોનો બોધ કરાવી શકાય છે, પરંતુ જેમને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ અને ગાઢ ચારિત્ર મોહનીય કર્મ વિદ્યમાન છે અને તેથી શાસ્ત્રો ભણીને પણ યથાતથા બોધ કરે છે અને ચારિત્રની ક્રિયા કરીને પણ યથાતથા ક્રિયા કરે છે, તેમને બોધ કરાવવો અશક્ય છે, તેમાં દૃષ્ટાંતને કહે છે –
દેવલોકના સ્વરૂપને જાણનારા ઇન્દ્ર પાસે કોઈ દેવલોકનું વર્ણન કરે તો તે ઇન્દ્ર આગળ ઉપહાસને પાત્ર બને છે, તેમ ચૂલથી શાસ્ત્રો ભણીને પોતે શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે, તેમ માનનારા જીવો પાસે કોઈ શાસ્ત્રના સૂક્ષ્મ ભાવો કહે તોપણ તે અમે જાણીએ છીએ, તેમ માનીને કહેનારાનો ઉપહાસ કરે છે, પરંતુ તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણતા નથી; કેમ કે પ્રબળ મોહનો ઉદય વર્તે છે. આથી માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. જોકે કેટલાક જીવો કલ્યાણના અર્થી હોય છે, તેથી જ શાસ્ત્ર ભણે છે, શુદ્ધ આચરણા કરીને હિત સાધવું છે તેવી બુદ્ધિવાળા હોય છે તો પણ તેવા બોધની સામગ્રીના અભાવને કારણે અને સ્થૂલ મતિવાળા જીવોથી શાસ્ત્રોનો પૂલ બોધ થયો હોવાને કારણે સ્થૂલ ચારિત્રની આચરણામાં તેમને ચારિત્રની બુદ્ધિ થયેલી હોય છે, તેથી પોતાનું હિત સાધી શકતા નથી, છતાં વિપર્યાસ આપાદક કર્મ કંઈક શિથિલ હોવાથી સામગ્રીને પામીને માર્ગ પામે તેવા હોવાથી તેઓ ઉપદેશને યોગ્ય છે તોપણ વિશિષ્ટ ઉપદેશકના અભાવને કારણે સ્વશક્તિ અનુસાર હિત સાધી શકતા નથી અને ભિન્ન ભિન્ન ઉપદેશકો દ્વારા શાસ્ત્રના અર્થોને તે તે પ્રકારે વિપરીત યોજન કરીને જેટલા અંશથી વ્યર્ડ્સાહિત મતિવાળા થાય છે, તેટલા અંશથી તેઓ પણ કંઈક અંશથી ઉપદેશને અયોગ્ય બને છે. I૪૯ના અવતરણિકા -
ननु कथमयमुन्मार्ग इत्याशङ्कयाहઅવતરણિતાર્થ :
આચરણ-કરણમાં આળસુ એવા દુધિદગ્ધની આચરણારૂપ માર્ગ એ, ઉન્માર્ગ કેવી રીતે છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ગાથા -
दो चेव जिणवरेहिं, जाइजरामरणविप्पमुक्केहिं ।
लोगम्मि पहा भणिया, सुस्समण सुस्सावगो वा वि ॥४९१।। ગાથાર્થ :
જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરો વડે લોકમાં બે જ માર્ગ કહેવાયા છે, સુશ્રમણ માર્ગ અને સુશ્રાવક માર્ગ અથવા પિ શબ્દથી ત્રીજે સંવિગ્નપાક્ષિક માર્ગ છે. ll૪૯૧II