________________
ઉપદેશમાલા ભાગ-૩
ગાથા-૪૭૬-૪૭૭
કૃતઅપકૃત કરાયેલ સંયમ થાય નહિ પરંતુ તે સર્વના અભાવપૂર્વક આત્મશ્રદ્ધાનથી કરાયેલું સદનુષ્ઠાન થાય તે કારણથી, આ=સંયમ, સર્વ ઉપાધિથી શુદ્ધ જ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે=સંયમના અંગભૂત સર્વ આચારો શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદથી કરાયેલ હોય તો સંપૂર્ણ થાય છે, અન્યથા નહિ= તેના અંગની વિકલતાથી યુક્ત સંપૂર્ણ સંયમ થતો નથી, એને કહે છે સતત=નિરંતર, પ્રમત્તશીલને=પ્રમત્ત અર્થાત્ વિષય વગેરેની વાંછા તેના શીલવાળાને=સ્વરસથી તેના કરનારાને, કેવા પ્રકારનો સંયમ થાય ? અર્થાત્ કોઈ પ્રકારનો થાય નહિ, એ પ્રમાણે આશય છે. ।।૪૭૬।।
-
ભાવાર્થ:
જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના તે તે અનુષ્ઠાન દ્વારા આત્માના સામાયિકના પરિણામની વૃદ્ધિમાં યત્ન કરતા નથી, તેમની સંયમની આચરણા જિનવચન અનુસારે થતી નથી, ક્યારેક બાહ્યથી જિનવચન અનુસારે થાય તોપણ તે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય ચિત્તના સ્વૈર્ય માટે યત્ન થતો નથી, તે સાધુ શિથિલ છે, તેનું સંયમ કેવું હોય ? અર્થાત્ ગુણસ્થાનકની પરિણણિતનું કારણ ન હોય, તે સાધુ શિથિલ કેમ છે ? એથી કહે છે
-
૧૩૭
-:
તેમનું સંયમનું અનુષ્ઠાન અનાદરથી કરાયેલું છે=જે રીતે ભગવાને સદનુષ્ઠાન સેવવાની આજ્ઞા કરી છે તે રીતે સેવવાનો પરિણામ નહિ હોવાથી તે સાધુ શિથિલ અનુષ્ઠાન કરે છે. વળી ક્યારેક બાહ્ય રીતે ગુરુ વગેરેના ભયને કારણે યથાર્થ આચરણા કરે તોપણ ભગવાનના વચનને પરતંત્ર થઈને તે તે ગુણોની નિષ્પત્તિ થાય તે પ્રકારે તે અનુષ્ઠાન નહિ સેવાયેલું હોવાને કારણે અવશ એવા ગુરુને વશ થઈને બાહ્યથી યથાર્થ કરાયેલું છે, પરંતુ શમભાવના પરિણામથી અને શમભાવની વૃદ્ધિના કારણપણાથી તે અનુષ્ઠાન કરાયેલું નથી, તેથી એ ફલિત થાય કે જેઓ શમભાવના પરિણામથી વાસિત છે અને શમભાવની વૃદ્ધિના ઉપાયરૂપે અત્યંત આદરપૂર્વક તે અનુષ્ઠાન સેવે છે, તેમનું પારમાર્થિક સંયમ બને છે. તે વળી કેટલાક જીવો અંતરંગ રીતે સંયમને અનુકૂળ અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા હોય છે તોપણ તેમનું અનુષ્ઠાન કૃતઅપકૃત હોય છે અર્થાત્ કોઈક અંગમાં શમભાવની વૃદ્ધિ થાય તેવા યત્નવાળું હોય છે, તો કોઈક અંગમાં વિરાધનાવાળું હોય છે અર્થાત્ જિનવચનથી નિયંત્રિત થઈને અસ્ખલિત શમભાવની વૃદ્ધિનું કારણ બને તે રીતે સેવાયેલું નથી એવા જીવો પ્રમાદ સ્વભાવવાળા હોય છે, તેથી તેમનું સંયમનું અનુષ્ઠાન કેવું હોય ? માટે કલ્યાણના અર્થીએ ભગવાનના વચનમાં અત્યંત આદર ધારણ કરીને જે રીતે ઉત્તર-ઉત્તરના ગુણની વૃદ્ધિનું કારણ થાય તે રીતે અપ્રમાદથી અનુષ્ઠાન સેવવું જોઈએ. II૪૭૬ અવતરણિકા :तथाहि
અવતરણિકાર્થ
તે આ પ્રમાણે=પ્રમાદવાળા સાધુને સંયમ નથી એમ પૂર્વમાં કહ્યું તે તથાદિથી બતાવે છે