________________
૧૪૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧–૪૮૨
એ પ્રકારે અમ્યુચ્ચય છે તે કહેવાયું છે કરાયા છે ધ્વસ્ત ગુણ જેના વડે એવા પુરુષથી અત્યંત અગુણવાળો પુરુષ શ્રેષ્ઠ છે, પ્રકૃતિથી અમણિ સુંદર છે, નીકળી ગયેલા પથ્થરવાળો અલંકાર શ્રેષ્ઠ નથી. શિથિલ થયેલો જીવ ફરી પણ ગુણપદ્ધતિ પ્રાપ્ત કરશે એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે, તો કહે છે
-
એ નથી=ફરી ગુણપદ્ધતિ પ્રાપ્ત થાય છે એ નથી, જે કારણથી કહે છે તે=શિથિલ સાધુ, તેને જ=શૈથિલ્યને, સ્વીકારે છે–ઉત્તર-ઉત્તરના ભવોમાં શૈથિલ્યને પ્રાપ્ત કરે છે, પાછળથી દુઃખપૂર્વક= કષ્ટથી=મુશ્કેલીથી, ઉદ્યમ કરે છે, તુ શબ્દથી ઉદ્યમ કરવાનું ચિંતવન કરતો પણ દુઃખે કરીને ઉદ્યમવાળો થાય છે; કેમ કે મહામોહતી વૃદ્ધિ થયેલી છે. ।।૪૮૨ા
-
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં ઋષભદેવ ભગવાન અને વીર ભગવાનના દૃષ્ટાંતથી તપમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવ્યું, વળી ક્ષમા વગેરેમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવ્યું. તેમાં અવંતિસુકુમાર વગેરેના ઉદાહરણાદિ દ્વારા તે ક્ષમા વગેરે ભાવોનો બોધ કરાવ્યો. વળી આર્ય મહાગિરિ વગેરેના દૃષ્ટાંત દ્વારા અનેક પ્રકારના અપ્રમાદનો બોધ કરાવ્યો. વળી ત્યારપછી સમિતિ કષાય ગૌરવ ઇત્યાદિ ગાથા દ્વારા યતના બતાવી અને જેઓ ભિક્ષાના બેતાલીસ દોષોનું રક્ષણ કરતા નથી તેમને કેવા કેવા અનર્થો થાય છે તે બતાવ્યું. આ રીતે સંયમજીવનમાં સાધુએ શું કરવું જોઈએ ? એ ગ્રંથકારશ્રીએ અત્યંત આદરથી બતાવ્યું અને સંયમજીવનમાં અસમર્થ છે તેમણે સંયમની શક્તિનો સંચય કરવા માટે શ્રાવકજીવનમાં કઈ રીતે અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ એ બતાવ્યું. આમ છતાં ભારેકર્મી જીવો પ્રસ્તુત ગ્રંથ ભણે છે, વાંચે છે, સાંભળે છે તોપણ પ્રતિબોધ પામતા નથી અને તત્ત્વને જોનારા થતા નથી, પરંતુ અનાદિના મોહના પરિણામને વશ યથાતથા સંયમજીવન આચરે છે કે યથાતથા શ્રાવકજીવન આચરે છે, તેઓ આત્માના હિતની ઉપેક્ષા કરે છે એને ગ્રંથકારશ્રી કહે છે
આનાથી અધિક અમે શું કરીએ ? આત્મહિત માટે જે કંઈ કહેવા જેવું છે તે અમે કહ્યું છે, છતાં જેઓ તે સર્વ ભાવોને સ્પર્શીને શક્તિ અનુસાર આત્મહિતમાં ઉદ્યમ કરતા નથી, તેઓ નક્કી સંસારમાં અનંતકાળ ભટકવાના છે; કેમ કે તેમનામાં મિથ્યાત્વના ઉદયથી અનંત સંસારને ચલાવે એવો અનંતાનુબંધી કષાય વર્તે છે. આથી આત્મહિત માટે આટલો ગંભીર ઉપદેશ આપવા છતાં તેઓ લેશ પણ સાવધાન થતા નથી, તેથી ભારેકર્મી એવા તે જીવો સંસારમાં અવશ્ય અનંતકાળ ભટકશે.
વળી કેટલાક જીવો આ પ્રકારનો ઉપદેશ સાંભળીને સંયમશ્રેણીને સ્વીકારે છે. તેથી શક્તિ અનુસાર શ્રાવકપણું કે સાધુપણું સ્વીકારે છે અને સ્વીકારતી વખતે કંઈક ઉત્સાહથી તે તે ક્રિયાઓ કરીને કંઈક શુભ ભાવો કરે છે તોપણ સંયમની ક્રિયાઓ કષ્ટસાધ્ય જણાવાથી પાછળથી પ્રમાદી થાય છે. તેથી સંયમજીવનમાં જેમતેમ જીવે છે, તેઓ અત્યંત હીન છે અર્થાત્ જેમણે સંયમ સ્વીકાર્યું નથી કે દેશવિરતિ સ્વીકારી નથી, તેના કરતાં પણ સંયમ સ્વીકારીને કે દેશવિરતિ સ્વીકારીને પાછળથી પ્રમાદી બને છે તેઓ અત્યંત હીન છે.