________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૮૩-૪૮૪
૧૪૯
કરવા માટે પ્રસ્તુત ઉપદેશમાલાનાં વચનોથી આત્માને ભાવિત કરે. આ રીતે જે મહાત્માએ આત્માને ભાવિત કર્યો છે, તેણે શું કરવું જોઈએ ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે –
તત્ત્વથી ભાવિત થયેલા છે વિવેકી જીવો, ભવિષ્યમાં દોષ ન થાય તેના નિરોધ માટે અને પૂર્વના સેવાયેલા દોષોથી આધાન થયેલા સંસ્કારોના નાશ માટે તમે મન-વચન-કાયાના યોગોને તે રીતે ઉત્પથમાં ન પ્રવર્તાવો. જેથી આત્મા કષાયના શમનના અતિશયભાવને પ્રાપ્ત કરે; કેમ કે ત્રણેય યોગો ઉત્પથથી નિવર્તન પામીને માર્ગમાં પ્રવર્તે તો પૂર્વમાં થયેલા કુસંસ્કારો તે ઉત્તમ યોગોના બળથી ક્ષીણ થાય અને ભાવિમાં દોષોની પ્રાપ્તિ ન થાય, આથી પોતાની શક્તિનું આલોચન કરીને દેશવિરતિની ભૂમિકા હોય કે સર્વવિરતિની ભૂમિકા તેને અનુરૂપ મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવા જોઈએ. જેથી શીધ્ર સંસારનો ક્ષય થાય અને જેઓ સ્વભૂમિકા અનુસાર ત્રણેય યોગોનું નિયંત્રણ કરે છે, તે મહાત્મા ભગવાનના વચનનું સમ્યગુ સેવન કરનારા છે; કેમ કે આગમનો તે પ્રકારનો ઉપદેશ છે કે પ્રાપ્ત થયેલી શક્તિને સંસારક્ષયમાં પ્રવર્તાવવો. I૪૮૩ અવતરણિકા -
एतदेव व्याचष्टे तत्र तावत्कायमधिकृत्याहઅવતરણિતાર્થ -
આને જ કહે છે–ત્રણ યોગોને ઉત્પથમાં જતા રોકવા જોઈએ એને જ કહે છે, ત્યાં-ત્રણ યોગના વિષયમાં, પ્રથમ કાયાને આશ્રયીને કહે છે =કાયાને ઉભાર્ગમાં જતી રોકવાના ઉપાયને કહે છે –
ગાથા -
हत्थे पाए न खिवे, कायं चालिज्ज तं पि कज्जेण ।
कुम्मो ब्व सए अंगम्मि अंगोवंगाइ गोविज्जा ।।४८४।। ગાથાર્થ :
હાથ અને પગને નિષ્ઠયોજન હલાવે નહિ, તે પણ કાયાને કાર્યથી હલાવે, કાચબાની જેમ પોતાના અંગમાં અંગોપાંગને સંકોચી રાખે. ૪૮૪ ટીકા -
हस्तौ पादौ न क्षिपेनिष्प्रयोजनं न प्रेरयेत्, कायं देहं चालयेत्, तमपि न यथाकथञ्चित् किं तर्हि ? कार्येण ज्ञानादिप्रयोजनेन, अन्यदा पुनः कूर्मवत् कच्छप इव स्वके आत्मीये अङ्गे शरीरेऽङ्गोपाङ्गानि भुजनयनादीनि गोपयेल्लीनानि कुर्यादिति ।।४८४।।