________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮-૪૮૭
૧૫૩
ચિંતવન કરનાર જીવ, ચિંતિતને જે પ્રમાણે અભિપ્રેત અર્થાત્ ઇચ્છિત છે તેને, પ્રાપ્ત કરતો નથી અને દરેક ક્ષણે પાપકર્મોને=નરકાદિ યોગ્ય અશાતા વગેરેને, બાંધે છે. આથી શુદ્ધ મન સ્થિર કરવું જોઈએ. I૪૮૬il. ભાવાર્થ :
આત્માનું મુખ્ય પ્રયોજન અનાદિના સંસ્કારોનો ક્ષય કરવો અને અનાદિકાળથી કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મોને ક્ષય કરવો છે. આમ છતાં અનાદિના સંસ્કારને કારણે સંસારી જીવોનું મન અતિ ચંચળ છે. તેથી હંમેશાં પાપના સંબંધવાળા અનેક પદાર્થોનો વિચાર કરે છે અને ચિંતિત અર્થને પ્રાપ્ત કરતો નથી, કેવલ પાપકર્મને બાંધે છે. એથી વિવેકીએ જિનવચનથી મનને અત્યંત ભાવિત કરીને આત્મહિતનું પ્રયોજન ન હોય તેવો વિચારમાત્ર પણ ન કરવો જોઈએ. કદાચ મનોગુપ્તિ અનુકૂળ બળનો સંચય ન થયો હોય તેના કારણે અથવા તે મહાત્મા શ્રાવકની ભૂમિકામાં હોય તો પણ પોતાના સંયોગ અનુસાર ધર્મ-અર્થ-કામ વિષયક પ્રવૃત્તિ શક્ય હોય તેટલો જ વિચાર કરવો જોઈએ અને મનને સુસાધુતાના ભાવોથી અત્યંત ભાવિત કરવું જોઈએ. જેથી સંયમના પ્રયોજન સિવાયનો એક પણ વિચાર પ્રવર્તે નહિ, તે રીતે પોતાનું ચિત્ત શુદ્ધ પથમાં પ્રવર્તે, અન્યથા વચનથી અને કાયાથી જે ભાવો સંભવિત નથી તે ભાવોને મનથી કરીને જીવ દુર્ગતિને અનુકૂળ અનેક પ્રકારનાં પાપકર્મોને બાંધે છે. તેનાથી પોતાના જ આત્માનું અહિત કરે છે. I૪૮ના અવતરણિકા -
पुनरपि गुरुकर्मणो विपरीतचारितां दर्शयतिઅવતરણિકાર્ય :
ફરી પણ ગુરુકર્મવાળા જીવોની વિપરીત ચારિતાને બતાવે છે–પૂર્વમાં ગાથા-૪૮૧-૪૮૨માં ગુરુકર્મવાળા જીવો કઈ રીતે વિપરીત આચરણાવાળા છે તે બતાવ્યું. હવે તેમની વિપરીત આચરણાને બીજી રીતે બતાવે છે –
ગાથા -
जह जह सव्व्वलद्धं, जह जह सुचिरं तवोवणे वुत्थं ।
तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ।।४८७।। ગાથાર્થ -
જે જે પ્રકારે સર્વ ઉપલબ્ધ કરાયું, જે જે પ્રમાણે લાંબો વખત તપઉપવનમાં રહેવાયું, તે તે પ્રકારે કર્મના ભારથી ગુરુ થયેલો જીવ સંયમ નિર્બાહ્ય થયો. II૪૮૭ી.