________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૦, ૪૮૧-૪૮૨
ટીકાર્ય :
-
यो नाऽपि શૂન્યત્વાહિતિ । જે સાધુ દરેક દિવસે અને ઋષિ શબ્દથી દરેક રાત્રિએ સંકલના કરતો નથી=સમ્યગ્ બુદ્ધિથી અવલોકન કરતો નથી, શું અવલોકન કરતો નથી તે યદ્યુતથી બતાવે છે · કયા જ્ઞાનાદિ ગુણો મારા વડે પ્રાપ્ત કરાયા=આત્મામાં સ્થિર કરાયા અને અગુણોમાં=મિથ્યાત્વ વગેરેમાં, હું સ્ખલના પામ્યો નથી જ=હું અતિચારવાળો થયો નથી જ, એ પ્રમાણે સંકલના કરતો નથી, તે સાધુ કેવી રીતે આત્મહિતને કરે ? અર્થાત્ કરે નહિ; કેમ કે સ્વપથ્યને આશ્રયીને સમ્યગ્ વાસનાનું શૂન્યપણું છે. ।।૪૮૦ના
.....
૧૪૩
ભાવાર્થ:
સુસાધુ સંયમની ઉચિત ક્રિયાઓ કરીને તે તે ક્રિયાઓ દ્વારા સંયમની સતત વૃદ્ધિ કરે છે, તેના બળથી પોતાનામાં શમભાવના પરિણામની કેટલી વૃદ્ધિ થઈ, તેની સંકલના કરે છે. તેથી જેમ જેમ પૂર્વમાં તે તે નિમિત્તથી શમભાવનો પરિણામ સ્ખલના પામતો હતો તે જ અભ્યાસની વૃદ્ધિને કારણે તે નિમિત્તથી ફરી સંયમ સ્ખલના ન પામે તેવો દૃઢ યત્ન થાય છે, તેનાથી સાધુ નક્કી કરે છે કે મારામાં શમભાવનો સ્થિરભાવ પહેલા કરતાં અધિક અધિક થતો જાય છે અને તેના કારણે પૂર્વમાં નિમિત્તને પામીને જે દોષો થતા હતા, તે અલ્પ અલ્પતર થતા દેખાય છે. પરંતુ જે મહાત્મા સંયમની ક્રિયા કરીને પ્રતિદિન તે પ્રકારે સંકલના કરતા નથી કે આજની મારી સંયમની ક્રિયાથી કેટલા ગુણો પ્રાપ્ત કરાયા અર્થાત્ પૂર્વના મારા બોધમાં કેટલી અતિશયતા થઈ ? કયા પ્રકારના સૂક્ષ્મ ભાવોનું જ્ઞાન થયું, ભગવાનના વચન વિષયક મારી શ્રદ્ધા કેટલી સ્થિર સ્થિરતર થઈ અને શમભાવના પરિણામરૂપ ચારિત્રનો પરિણામ કેટલો અતિશય થયો, એ પ્રકારે જેઓ સંકલના કરતા નથી અને મિથ્યાત્વાદિ ભાવોમાં અર્થાત્ બોધનો વિપર્યાસ, રુચિનો વિપર્યાસ અને શમભાવના વિપર્યાસમાં પોતે ક્યાંય સ્ખલના પામ્યા નથી, તેનો વિચાર કરતા નથી, પરંતુ તે તે નિમિત્તોને પામીને સ્ખલના થતી હોય છતાં તેની ઉપસ્થિતિ કરતા નથી, તે સાધુ કઈ રીતે આત્મહિત કરી શકે ? અર્થાત્ તેઓ સંયમની ક્રિયા કરે, નવું નવું ભણે તોપણ આત્મહિત થાય નહિ; કેમ કે સ્વપથ્યને આશ્રયીને સમ્યગ્ વાસનાનું શૂન્યપણું છે=મારું પથ્ય વૃદ્ધિ પામે અને અપથ્ય દૂર થાય તે પ્રકારના પ્રયત્નનો અભાવ છે. II૪૮૦મા
અવતરણિકા :
तदेवमादित आरभ्यानेकाकारेषूपदेशेषु सदनुष्ठानगोचरेषु दत्तेष्वपि केचिद् न प्रतिपद्यन्ते, अपरे प्रतिपन्नमपि शिथिलयन्तीति दर्शयन्नाह
અવતરણિકાર્થ ઃ
આ રીતે આદિથી માંડીને અનેક આકારવાળા સદનુષ્ઠાન વિષયક ઉપદેશો અપાયે છતે પણ કેટલાક તેને તે ઉપદેશને સ્વીકારતા નથી, વળી બીજા સ્વીકારાયેલાને પણ શિથિલ કરે છે, એ પ્રકારે બતાવતાં કહે છે