________________
૧૪૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૮
ટીકાર્ય :
મીત્તશ્વાસો ... પારિ II ભય પામેલો એવો આ, કોણ મને શું કહેશે ? એ પ્રમાણે ઉત્રાસથી ઉદ્વેગ પામેલો; કેમ કે કોઈ સ્થાને ધૃતિનો અભાવ છે તે ભીતોદ્વિગ્ન છે અને તે આ તિલક સંઘપુરુષ વગેરેના ભયથી પોતાને છુપાવતો હોવાથી વિલુક્ક, એ પ્રમાણે સમાસ છે, આવા પ્રકારનો= ભીતઉદ્વિગ્ન વિલક્ક એવા પ્રકારનો, કયા કારણથી છે? એથી કહે છે – પ્રગટ અને ગુપ્ત=લોકોથી જણાયેલા અને નહિ જણાયેલા સેંકડો દોષોને કરવાનો સ્વભાવ છે જેને એવો આ સાધુ પ્રગટ પ્રચ્છન્ન દોષશતકારી છે. આથી જ જનને=લોકને, અપ્રત્યય=ધર્મની પણ ઉપર અવિશ્વાસને ઉત્પન્ન કરતો ધિમ્ જીવિતને જીવે છે.
કઈ રીતે અવિશ્વાસને ઉત્પન્ન કરે છે ? એમાં હેતુ કહે છે –
ખરેખર આમતો ઘર્મ શાસ્ત્રકારોએ આવા પ્રકારનો જ પ્રતિપાદન કરેલ છે, એ પ્રકારે બુદ્ધિની ઉત્પત્તિ હોવાથી વિપરીત બુદ્ધિરૂપ અવિશ્વાસને ઉત્પન્ન કરે છે એમ અન્વય છે. થિન્ નીવિતમ્ એ પ્રમાણે ક્રિયાવિશેષણ છે, ધિક્કારને યોગ્ય પ્રાણનું ધારણ હોવાથી જીવે છે–ખરેખર પ્રાણોને ધારણ કરે છે. I૪૭૮II ભાવાર્થ :
જે સાધુ અપ્રમાદથી સંયમયોગમાં ઉસ્થિત નથી, એટલું જ નહિ, પણ શક્તિ અનુસાર સાંસારિક ભાવોથી પર થવાને અનુકૂળ લેશ પણ યત્ન કરનાર નથી, માત્ર બાહ્ય ક્રિયા કરીને તોષ પામનાર છે અને શાતાના અર્થી છે, તેમનું જીવન અત્યંત નિંદ્ય છે, તે બતાવતાં કહે છે – વર્તમાનકાળમાં મને કોણ શું કહેશે ? એ પ્રકારના ઉત્રાસથી ભયવાળા છે, ક્યારેક પોતાના ભક્તવર્ગના બળથી નિઃશંક જીવતા હોય તોપણ પોતાનું ખરાબ દેખાશે વગેરે ભયોથી વ્યગ્ર ચિત્તવાળા હોય છે, વળી સંયમજીવનમાં ધૃતિ નહિ હોવાથી અને બાહ્ય અનુકૂળ ભાવોની પ્રાપ્તિ પરાધીન હોવાથી ઉદ્વિગ્ન હોય છે. વળી તત્ત્વને જાણનારા સંઘના પુરુષો છે, તેમની આગળ પોતે અસાધુ છે તેવું ન દેખાય તે માટે પોતાને ગોપવવા યત્ન કરે છે, તેથી નિલક્ક છે. કેમ તેઓ ભીત ઉદ્વિગ્ન અને નિલક્ક છે, તેનું કારણ બતાવતાં કહે છે – સંયમયોગમાં ઉસ્થિત નહિ હોવાથી તેઓ પ્રગટ કે પ્રચ્છન્ન અનેક પ્રકારના દોષો સેવે છે; કેમ કે અંતરંગ સમભાવના પરિણામજન્ય સુખને પામી શકે તેમ નથી, તેથી ઇન્દ્રિયો બાહ્ય વિષયોમાં ઉત્સુક હોય છે અને પોતે સાધુ છે, તેથી લોકો આગળ પ્રગટ ન થાય તે માટે કેટલાક દોષો પ્રચ્છન્ન સેવે છે, તો કેટલાક દોષો લોકોની ઉપેક્ષા કરીને પ્રગટ સેવે છે અને આથી લોકોને ધર્મમાં અવિશ્વાસ ઉત્પન્ન કરે છે અર્થાત્ ભગવાનનો ધર્મ આવા પ્રકારનો છે, જે પ્રમાણે આ સાધુ સેવે છે તે રૂપ બુદ્ધિને ઉત્પન્ન કરીને લોકોને પારમાર્થિક ધર્મ પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. તેવા પ્રમાદી સાધુનું જીવન અત્યંત નિદ્ય છે; કેમ કે વર્તમાન ભવમાં પણ સુખકારી નથી અને ભાવિમાં પણ અનર્થની પરંપરાનું એક કારણ છે. II૪૭૮II