________________
૧૩૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૧-૪૭૨, ૪૭૩-૪૭૪
આ રીતે બીજો પણ બોલતારો જુદું અને કરતારો જુદું છે, તે તેની તુલ્ય જાણવો=મા સાહસ પક્ષી સમાન જાણવો. ૪૭૨ાા ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે સારું ચારિત્ર અને તપમાં રહેલા મહાત્માઓને શોક હોતો નથી; કેમ કે સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી નક્કી સુગતિમાં જશે તેવો સ્થિર નિર્ણય છે. વળી કેટલાક મહાત્માઓને આ પ્રકારનો બોધ હોવા છતાં કર્મની પ્રચુરતાને કારણે અત્યંત અસ્થિરતા હોવાથી તે પ્રમાણે કરતા નથી. તે દૃષ્ટાંતથી બતાવે છે –
કેટલાક જીવો “મા સાહસ' નામના પક્ષી જેવા હોય છે, તેઓ ઉપદેશ આપે ત્યારે યોગ્ય જીવોને સન્માર્ગનું યથાવતું પ્રકાશન કરે છે, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ બતાવે છે અને સંસારની કદર્થનાથી આત્માના રક્ષણનો ઉપાય અપ્રમાદથી જિનવચન અનુસાર પ્રવૃત્તિ છે, તેવો સ્પષ્ટ બોધ કરાવે છે, તોપણ ગુરુકર્મવાળા હોવાથી ઇન્દ્રિયોના ચાંચલ્યને કારણે વિકાર આપાદક કર્મ પ્રચુર હોવાથી તે જીવો જે પ્રમાણે યોગ્ય જીવોને ઉપદેશ આપે છે, તે પ્રકારે પોતે અપ્રમાદથી કરતા નથી. વસ્તુતઃ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ જો તત્ત્વને યથાર્થ જાણનાર હોય તો પોતાની શક્તિનું આલોચન કરીને જે પ્રકારે કષાયો ક્ષીણ થાય તે પ્રકારે અપ્રમાદથી અવશ્ય યત્ન કરે છે. જેમ નંદિષેણ મુનિ અવિરતિના ઉદયથી વેશ્યાને ત્યાં રહ્યા હતા તોપણ સન્માર્ગનું યથાર્થ સ્થાપન કરીને ચારિત્રના પરિણામથી આત્માને વાસિત કરવા યત્ન કરતા હતા, પરંતુ ભારે કર્મવાળા જીવો ઉપદેશ આપે છે તે પ્રમાણે સ્વયં કરતા નથી; કેમ કે પ્રમાદ આપાદક બલવાન કર્મ તેમને તે તે પ્રકારના વિકારને અભિમુખ યત્ન કરાવે છે. જેમ “મા સાહસ' પક્ષી મુખથી “મા સાહસ એ પ્રમાણે બોલે છે, છતાં માંસ પ્રત્યેના તીવ્ર આકર્ષણને કારણે મૃત્યુની પણ ઉપેક્ષા કરીને વાઘના મુખમાં દાંતની વચ્ચે રહેલા માંસને ખાવા પ્રયત્ન કરે છે. વસ્તુતઃ તે વાઘ સૂતેલો છે, તેના ખુલ્લા મુખમાંથી ગ્રહણ કરતાં તે વાઘ જાગી જાય તો પોતાનો વિનાશ થાય તે જાણે છે, છતાં મૂઢમતિ એવો તે વિષયને આધીન જ રહે છે, તેમ પ્રમાદી જીવો બીજાને આત્મહિતનો યથાવત્ ઉપદેશ આપે છે અને ઇન્દ્રિયને વશ થઈને સ્વયં પ્રમાદ સેવે છે. તેથી તેઓ દુર્ગતિના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. માટે વિવેકી મહાત્માએ ઉપદેશથી આત્માને અત્યંત વાસિત કરવો જોઈએ. જેથી પ્રથમ પોતાના આત્મહિતમાં પ્રમાદ ન થાય, ત્યારપછી યોગ્ય જીવોને ઉચિત ઉપદેશ આપવામાં યત્ન કરવો જોઈએ. I૪૭૧-૪૭ભ્યા અવતરણિકા :
किं पुनरसौ करोतीत्याहઅવતરણિતાર્થ :શું વળી આ=બોલનારો જુદું અને કરનારો જુદું એવો સાધુ, કરે છે ? એથી કહે છે –