________________
૭૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૩-૪૩૪
છે, ત્યારે જીવમાં તે પ્રકારની મૂઢતા આવે છે, જેથી તત્ત્વને જોવાને અભિમુખ તેમનો યત્ન થતો નથી. જેમ વિષયમાં મૂઢ થયેલો જીવ વર્તમાનના ભવમાં પણ તેના અનર્થોનો વિચાર કરવા તત્પર થતો નથી, માત્ર વિષયમાં આકર્ષાયેલો આગામી અનેક દુઃખોને પ્રાપ્ત કરે, તેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ મૂઢતાને ધારણ કરે છે, તેઓ આગામી હિતાહિતનો વિચાર કરતા નથી, પરંતુ ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કર્યા પછી પોતાના મૂઢભાવને સ્થિર કરે છે અને તે મૂઢભાવથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મો અનંતકાળ સુધી દુરંત સંસારના પરિભ્રમણનું કારણ બને છે. જેમ જીવ અનાદિકાળથી મૂઢ ભાવવાળો હતો, તેથી અત્યાર સુધી સંસારનો અંત આવ્યો નહિ અને મૂઢભાવને સેવી સેવીને ચાર ગતિમાં અનેક વિડંબનાને પામ્યો અને કોઈક રીતે તત્ત્વને સન્મુખ થયા પછી તે જીવ સંયમ ગ્રહણ કરે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી મૂઢભાવને કારણે પ્રમાદવશ થઈને સર્વજ્ઞના વચનથી નિરપેક્ષ થઈને જીવે છે, તેમનામાં ફરી તે મૂઢતાનો ઉદય થવાથી જેવી મૂઢતાથી તે અપરાધ કરે છે, તેને અનુરૂપ અનંત સંસાર તેને પ્રાપ્ત થાય છે. આથી જ સંવિઝપાક્ષિક સાધુ પ્રમાદી હોવા છતાં સતત પોતાના પ્રમાદની નિંદા કરીને અને સન્માર્ગનું સ્થાપન કરીને મૂઢભાવનો પરિહાર કરે છે, જેથી તેમનો તત્ત્વ તરફનો પક્ષપાત નાશ પામતો નથી. ફક્ત પ્રમાદ આપાદક ક્લિષ્ટ કર્મોને કારણે મોક્ષમાર્ગની તેમની પ્રવૃત્તિ કંઈક અલના પામે છે. તેથી તેઓ કંઈક વિલંબથી મોક્ષ પામે છે, પરંતુ દુરંત સંસારને પ્રાપ્ત કરતા નથી અને જેઓ ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ થઈને તત્ત્વ પ્રત્યેના પક્ષપાત રૂપ બોધિનો નાશ કરે છે, તેઓ જરા-મરણથી વિકટ સંસારમાં પરિભ્રમણ કરે છે. I૪૩૩ અવતરણિકા :
अन्यच्चाऽसाविहलोकेऽपि स्वपरयोरपकारीत्याह चઅવતરણિકાર્ય :
અને બીજું, આ=સંયમ ગ્રહણ કરીને પ્રમાદ કરનારા સાધુ, આ લોકમાં પણ સ્વ-પરના અપકાર કરનારા છે, એ પ્રમાણે કહે છે –
ગાથા -
जइयाऽणेणं चत्तं, अप्पाणयं नाणदसणचरित्तं ।
तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ।।४३४।। ગાથાર્થ -
જ્યારે આના વડે–પુણ્યવાન સાધુ વડે, પોતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્યાગ કરાયાં, ત્યારે બીજા જીવોમાં તેને અનુકંપા નથી. II૪૩૪ll