________________
૯૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૮-૪૪૯ પ્રવર્તતું હોય ત્યારે હાથ પકડીને તેને વારતા નથી, જેમ કુંદકાચાર્ય ભગવાનને પૂછે છે કે તે નગરમાં જવાથી અમારું હિત થશે કે નહિ, ત્યારે ભગવાને કહ્યું કે પાંચસો શિષ્યોનું હિત થશે, તમારું હિત નહિ થાય, તે વખતે ભગવાનને સમર્પિત એવા પણ સ્કંદકાચાર્યને તેવા કર્મ અનુસારે બુદ્ધિ થઈ કે પાંચસો શિષ્યોનું હિત થતું હોય તો મારું હિત ગૌણ છે, તેમ વિચારીને ત્યાં જવા તત્પર થયા. વસ્તુતઃ ભગવાને હાથ પકડીને તેમને અટકાવ્યા હોત તો સમર્પિત એવા તે મહાત્મા જાત નહિ, પરંતુ પાંચસો શિષ્યોનું અને કુંદકાચાર્યનું તે પ્રકારનું કર્મ હતું કે ઘાણીમાં પિલાવાના પ્રસંગને અનુરૂપ પ્રકોપ થાય અને તેને અનુકૂળ ત્યાં જવાનો પરિણામ થાય અને ભગવાને હાથ ઝાલીને તેનું વારણ કર્યું નહિ, બીજા છબસ્થ ગુરુ હોય તો તેના હિત માટે હાથ ઝાલીને વારણ કરે તે પણ સંભવે છે.
વળી, ભગવાન યોગ્ય જીવોને હિતમાં પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને પ્રવૃત્તિ કરાવતા નથી. વળી ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવાનો ભગવાન ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને બલાત્કારે ઉપેક્ષા કરાવતા નથી. જેમ વીર ભગવાનના સમવસરણમાં ગોશાળો આવ્યો ત્યારે ભગવાને સાધુઓને ઉપેક્ષા કરવાનું કહ્યું. તેથી ગોશાળો ભગવાનને આક્રોશ કરે છે તોપણ ગૌતમ વગેરે મહામુનિઓ ઉપેક્ષા કરે છે, પરંતુ ગોશાળાનો આક્રોશ સહન નહિ કરતા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિને ભગવાને હાથ ઝાલીને ઉપેક્ષા કરવાનું કહ્યું નહિ અર્થાત્ જ્યારે બન્ને મુનિને ગોશાળાનો પ્રતિકાર કરવાને અભિમુખ પરિણામ થયો તે ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા છતાં હાથ પકડીને બોલવાનો નિષેધ કર્યો નહિ અને ઉપેક્ષણીય એવા ગોશાળાની ઉપેક્ષા કરાવી નહિ, તેથી નક્કી થાય છે કે તીર્થકરો માત્ર ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને વારતા નથી. આથી જે સાધુ વસ્ત્ર-પાત્ર વગેરેને એકઠાં કરે છે અને યતનાનું કાર્ય એવા સંયમના પરિણામમાં યત્ન કરતા નથી, તેમને ભગવાન ઉચિત ઉપદેશ આપે છે, પરંતુ હાથ ઝાલીને ઉપકરણની શોભા કરતા અટકાવતા નથી. l૪૪૮ અવતરણિકા :
ते तर्हि कथं किञ्चित्कुर्वन्तीत्याहઅવતરણિતાર્થ :તેઓ=ભગવાન, તો શું કરે છે ? એથી કહે છે – ગાથા :
उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं ।
देवाण वि होंति पहू, किमंग पुण मणुयमित्ताणं ।।४४९।। ગાથાર્થ :
તેને યોગ્ય જીવને, વળી ભગવાન ઉપદેશ આપે છે, જેના આચરણથી કીર્તિનું નિલય છે જેમને એવા દેવોનો પણ તે સ્વામી થાય છે. વળી મનુષ્ય માત્રના સ્વામી થાય તેનું શું કહેવું? I૪૪૯II.