________________
૧૦૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પ૩-૪૫૪ સાંભળતી વખતે જ તે મહાત્માના ચિત્તમાં હર્ષનો અતિરેક થાય છે, તેવા ઉપદેશને પામીને શું કરવું જોઈએ તે સ્પષ્ટ કરતાં કહે છે –
યોગ્ય જીવે પોતાના ચિત્તની ભૂમિકાનું સમ્યગું અવલોકન કરીને પોતાના કષાયોને મંદ કરવા માટે પોતે સેવન કરી શકે તેવા ભગવાનના કહેલા સદનુષ્ઠાનનો નિર્ણય કરીને અર્થાત્ આ સદનુષ્ઠાન મારા માટે પથ્ય છે તેવો નિર્ણય કરીને તે અનુષ્ઠાનને સેવવું જોઈએ, જેથી પોતાનામાં કષાયોનું જે પ્રકારનું શમન વર્તે છે, તે શમન સદનુષ્ઠાનના સેવનથી અધિક અધિક થાય. જેથી તત્ક્ષણ જ કષાયના શમનજન્ય સુખની પ્રાપ્તિ થાય અને આગામી સર્વ કલ્યાણોની પ્રાપ્તિ થાય. વળી જેમ ભગવાને શક્તિ અનુસાર ઉચિત કર્તવ્યનો ઉપદેશ આપ્યો છે, તેમ જ અનુષ્ઠાનનો નિષેધ કરેલ છે તેવા હિંસાદિ અનુષ્ઠાનોમાંથી મન-વચન-કાયાનું અત્યંત નિવર્તન કરવું જોઈએ, જેથી હિંસાદિ અનુષ્ઠાનો સેવીને ચિત્તમાં જે કાલુષ્યની વૃદ્ધિ થાય છે તેનો વિરોધ થાય અને તત્ક્ષણ તે કાલુષ્યના શમનજન્ય સુખની વૃદ્ધિ થાય અને આગામી સુખની પરંપરાની પ્રાપ્તિ થાય. આજપરા અવતરણિકા :
तथा च कुर्वनिह लोक एव यादृग् भवति तदाहઅવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કરતો=ભગવાને જે પ્રકારે ઉપદેશ આપ્યો તે પ્રકારે પોતાની ભૂમિકા અનુસાર અનુષ્ઠાન કરતો, આ લોકમાં જ જેવો થાય છે તેને કહે છે – ગાથા :
हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गण्णो ?।
अहियं समायरंतो, कस्स न विप्पच्चओ होइ ?।।४५४।। ગાથાર્થ :
પોતાના હિતને કરતો પ્રધાન આચાર્ય જેવો જીવ કોને ગણ્ય ન થાય? અર્થાત્ બધાને થાય. અહિતને આચરતો જીવ કોને અવિશ્વસનીય ન થાય? અર્થાત્ બધાને અવિશ્વસનીય થાય. I૪૫૪
ટીકા :
हितं श्रेय आत्मने स्वस्मै कुर्वत्रनुतिष्ठन् कस्य न भवति गुरुको गुरुः प्रधानाचार्यकल्प इत्यर्थः अत एव गण्यो गणनीयः, सर्वकार्येषु प्रष्टव्यः सर्वस्य भवतीति अर्थः, व्यतिरेकमाहअहितमपथ्यं समाचरन् कुर्वन् कस्य न विप्रत्ययो भवति ? विगतः प्रत्ययो यस्मात् स विप्रत्ययो. ऽविश्वसनीय इति ॥४५४।।