________________
૧૦૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પપ
ગાથાર્થ :
નિયમ-શીલ-તપ અને સંયમથી યુક્ત એવો જે આત્માના હિતને કરે છે તે મસ્તક ઉપર સર્ષપની જેમ લોકમાં દેવતાની જેમ પૂજ્ય થાય છે. ll૪પપા ટીકા -
य एव कश्चिनियमशीलतपःसंयमैः पूर्वोक्तस्वरूपैर्युक्तः करोत्यात्महितम् अनुष्ठानं, स देवतेव देव इव स्वार्थे तल्प्रत्ययः पूज्यः पूजनीयो भवति, तथा शिरसि मस्तके कृतश्चोह्यत इति शेषः, क इवेत्याह-सिद्धार्थकवत् सर्षप इव, जने लोके माङ्गलिकत्वाद्, अयमभिप्रायः-नेह तदुचितानां काचित् खनिरस्ति, किं तर्हि ? गुणाः पूज्यत्वहेतवस्ते च सर्वस्य स्वप्रयत्नसाध्याः, ततः सर्वेण तेष्वादरो विधेयस्तदुक्तम्
गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं, गुणान् यो यो धत्ते स स भवति साधुर्भजत तान् ।।४५५।।
ટીકાર્ય :
વ ... સાપુર્માત તાન્ ! પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા નિયમ-શીલ-તપ-સંયમ વડે યુક્ત એવો જે જ કોઈ આત્મહિત કરે છેઅનુષ્ઠાન કરે છે, તે દેવતાની જેમ=દેવની જેમ પૂજ્ય થાય છે, રેવતા શબ્દમાં તત્ પ્રત્યય સ્વાર્થમાં છે, એથી દેવ જ દેવતા છે અને મસ્તક ઉપર કરાયેલો વહન કરાય છે–તપ-સંયમમાં ઉદ્યમ કરે છે તે મસ્તક ઉપર ધારણ કરાય છે, કોની જેમ ? એથી કહે છે – સિદ્ધાર્થકની જેમ=સર્ષપની જેમ; કેમ કે લોકમાં માંગલિકપણું છે=જેમ સર્ષપ માંગલિક છે માટે મસ્તકે ધારણ કરાય છે, તેમ નિયમાદિમાં ઉદ્યમ કરનારા મહાત્મા માંગલિક હોવાથી મસ્તક ઉપર ધારણ કરાય છે. આ અભિપ્રાય છે=અવતરણિકામાં શંકા કરી તેને અનુરૂપ અર્થ ગાથામાં કઈ રીતે પ્રાપ્ત થાય છે એ વિષયક આ અભિપ્રાય છે, અહીં=જગતમાં, તેના ઉચિતોની=નિયમાદિ કરવાને ઉચિતોની, કોઈ ખાણ નથી, તો શું છે ? એથી કહે છે – ગુણો પૂજ્યત્વના હેતુ છે અને તે સર્વને સ્વપ્રયત્નથી સાધ્ય છે, તેથી સર્વ જીવોએ તેમાં આદર કરવો જોઈએ, તે કહેવાયું છે –
જે પૂજ્યત્વને પામ્યા તે ખરેખર પ્રકૃતિપુરુષો જ છે, તે લોકો ! દોષના ત્યાગમાં અતુલ સમુત્સાહને ઉત્પન્ન કરો. સાધુઓનું ક્ષેત્ર નથી=કોઈ એવી ભૂમિ નથી જ્યાં સાધુ ઉત્પન્ન થાય અને આ સાધુપણું, નૈસર્ગિક નથી, જે જે પુરુષ ગુણોને ધારણ કરે છે, તે તે સાધુ થાય છે. તેઓને તમે ભજો. II૪પપા.