________________
OG
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૪ ટીકા -
यदानेन पुण्यवता त्यक्तमुज्झितमात्मीयं स्वसम्बन्धिज्ञानदर्शनचारित्रमिति समाहारद्वन्द्वः, तदा तस्य परेषु स्वव्यतिरिक्तेषु अनुकम्पा कृपा नास्ति न विद्यत एव जीवेषु, तथा चोक्तम्परलोकविरुद्धानि, कुर्वाणं दूरतस्त्यजेत् ।। आत्मानं यो वि सन्धत्ते, सोऽन्यस्मै स्यात् कथं हितः ।।४३४।।
ટીકાર્ય :
થવાનેન ..... શું હિત જ્યારે આના વડે–પુણ્યવાન સાધુ વડે, પોતાના સંબંધી જ્ઞાન-દર્શનચારિત્ર ત્યાગ કરાયાં. અહીં જ્ઞાનદર્શનવરિત્રમ્ એ પ્રકારે સમાહારદ્વાજ છે, ત્યારે તેને તે સાધુને, પરમાં પોતાનાથી અન્ય જીવોમાં, અનુકંપા કૃપા, નથી=વિદ્યમાન નથી જ અને તે પ્રમાણે કહેવાયું છે -
પરલોકથી વિરુદ્ધ કૃત્યો કરતા સાધુને દૂરથી છોડી દેવો જોઈએ, જે પોતાને ઠગે છે, તે બીજાને માટે કઈ રીતે હિત થાય ? m૪૩૪ ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી કોઈક નિમિત્તે પ્રમાદવશ થયા છે, તેથી ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યા વગર ઇચ્છાનુસાર વિચરીને પોતાના રત્નત્રયનો ત્યાગ કરે છે અર્થાત્ દીક્ષા ગ્રહણ કરતી વખતે તેમને જ્ઞાન હતું કે સંસાર ચાર ગતિના પરિભ્રમણરૂપ અનર્થને કરનારો છે અને તેનો ઉચ્છેદ કરવા માટે તેમને જિનવચનના સેવનની રુચિ હતી અને તેમાં સદ્વર્ય ફોરવ્યું, તે રૂપ ચારિત્ર હતું. એથી કંઈક અંશથી પ્રાપ્ત થયેલાં જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રમાદી થયા પછી ત્યાગ કરે છે. માત્ર આત્મહિતને સાધુ છું, તેવો ભ્રમ ધારણ કરે છે. વસ્તુતઃ તેના ચિત્તમાં સંસારવૃદ્ધિને અનુકૂળ રાગાદિ ભાવો વર્તે છે, નિપુણતાથી સંસારના ઉચ્છેદના ઉપાયોનું પર્યાલોચન કરવાની વૃત્તિ નાશ પામી છે, તેથી મૂઢભાવથી પોતાના આત્માનું અહિત કરે છે ત્યારે તે સાધુને બીજા જીવોમાં અનુકંપા નથી; કેમ કે પોતે જે રીતે કષાયને વશ વર્તે છે, તે પ્રકારે જ ઉપદેશ દ્વારા કે પોતાની પ્રવૃત્તિ દ્વારા બીજા જીવોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે છે, તેથી સંસારના સ્વરૂપનો વિચાર કરીને કંઈક ભય પામેલા કેટલાક યોગ્ય જીવો તેવા સાધુના પરિચયથી મિથ્યા આશ્વાસન પામીને સંસાર તરવા માટે સાધુપણું ગ્રહણ કરીને વિનાશ પામે છે; કેમ કે તે જીવો સંસારનું સ્વરૂપ વિચારે છે, ત્યારે કંઈક કલ્યાણની અર્થિતા થાય છે, છતાં સુખશીલ સ્વભાવ હોવાને કારણે સુખશીલતાવાળો સાધુધર્મ સેવીને પોતે હિત સાધશે, તેવું મિથ્યા આશ્વાસન પામીને તે જીવો પણ વિનાશ પામે છે, તેમાં પ્રબળ કારણ તે પ્રમાદી સાધુ છે, તેથી તે પ્રમાદી સાધુને પોતાની અનુકંપા નથી અને પોતાનું અવલંબન લઈને ડૂબનારા બીજા જીવોની પણ અનુકંપા નથી. I૪૩૪