________________
૮૨
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૩૬ किञ्चित्कार्याभावात् तथाहि स्थाने विशिष्टसिंहासनादावुपविष्टोऽपि राजा न भवति स्वयमेव धारयंश्चामरे चाटोपाश्च छत्रध्वजादयश्चामराटोपास्तान् पृथिवीविभवपरिकरादिलक्षणस्य राज्यकार्यस्याभावादित्येवं लिगमात्रेण साधुर्न भवति किं तर्हि ? सम्पूर्णेनानुष्ठानेन ।।४३६।। ટીકાર્ય :
વિ ત્રિવિદ્યુરીથારો' ... સમૂનુષ્ઠાનેર | કાર્ય અસ્થિત એવા સાધુમાં=સંયમનું પ્રયોજન અવિદ્યમાન છે એવા સાધુમાં, લિંગવિગ્ડરીના ધારણથી શું ?=વેષનો આડંબર ધારણ કરવા વડે શું ? અર્થાત્ કંઈ નથી; કેમ કે તેના કાર્યનો અભાવ છે=લિંગધારણનું જે કાર્ય સમભાવ તેનો અભાવ છે, તે આ પ્રમાણે – સ્થાનમાં=વિશિષ્ટ સિંહાસન વગેરે ઉપર બેઠેલો પણ રાજા થતો નથી, કેમ રાજા થતો નથી ? એથી કહે છે –
સ્વયં જ ચામરોને અને આટોપોને=છત્ર-ધજા વગેરેને ધારણ કરતો=ચામર આટોપવાળો, રાજા થતો નથી; કેમ કે પૃથ્વીનો વૈભવ અને પરિકર વગેરે રાજ્યના કાર્યનો અભાવ છે, એ રીતે લિંગમાત્રથી સાધુ થતો નથી, કઈ રીતે સાધુ થાય ? એથી કહે છે –
સંપૂર્ણ અનુષ્ઠાનથી થાય છે. II૪૩૬il ભાવાર્થ :
મુગ્ધ બુદ્ધિવાળા જીવો વિચારે છે કે જેઓ સાધુના લિંગમાં છે, તેઓ જે કાંઈ શુભ આચરણા કરે છે અને સંસારની ધનઅર્જન વગેરે આરંભ-સમારંભની ક્રિયા કરતા નથી, તે અંશથી તેઓ આરાધક છે, તેથી તેમને પાપનો સંબંધ કઈ રીતે સંભવે ? અર્થાત્ તેટલા અંશથી સંસારી જીવો કરતાં પાપનો સંબંધ અલ્પ જ થાય છે, તેના નિવારણ માટે કહે છે –
સાધુનો વેષ ત્રણ ગુપ્તિને અતિશય કરવા માટે છે અને જેઓ લેશ પણ ત્રણ ગુપ્તિને અભિમુખ નથી, તેઓ સંસારી જીવોની જેમ સાક્ષાત્ વાણિજ્ય-વ્યાપાર ન કરતા હોય તોપણ જેમ ગૃહસ્થો ત્રણ ગુપ્તિથી અગુપ્ત થઈને સંસારના વિષયોમાં પ્રવર્તે છે, તેમ તે સાધુ પણ ત્રણ ગુપ્તિથી અગુપ્ત થઈને બાહ્ય આરંભ-સમારંભમાં પ્રવર્તે છે. આથી જ માન-ખ્યાતિ અને શાતા વગેરે માટે સર્વ પ્રવૃત્તિઓ કરે છે, તેથી માત્ર લિંગના આટોપને ધારણ કરીને સાધુ તરીકે વિચરે છે, પરંતુ લિંગ પ્રત્યે કે લિંગથી અભિપ્રેત સંયમના પરિણામ પ્રત્યે જેઓ લેશ પણ અભિમુખ નથી તેવા સાધુને કઈ રીતે ધર્મ થાય ? અર્થાતુ ન થાય; કેમ કે લિંગનું કાર્ય ત્રણ ગુપ્તિને અભિમુખ પરિણામ તેમનામાં લેશ પણ નથી, જેમ કોઈ પુરુષ વિશિષ્ટ સિંહાસન ઉપર બેસે અને સ્વયં ચામર, છત્ર, ધ્વજા વગેરેને ધારણ કરે, પરંતુ રાજ્ય કે રાજ્યનો વૈભવ ન હોય તો તે રાજા કહેવાય નહિ, તેમ લિંગ માત્રથી સાધુ કહેવાય નહિ, પરંતુ ત્રણ ગુપ્તિને અભિમુખ યત્નશીલ સાધુ સાધુ કહેવાય, માટે લિંગધારી સાધુને પોતાના કૃત્યને અનુરૂપ અનર્થોની પરંપરા પ્રાપ્ત થાય છે. I૪૩ષા