________________
૯૪.
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૨ થી ૪૪૪, ૪૪૫
કંઈક તત્ત્વના બોધને કારણે જાગૃત થઈને પોતાના ચિત્તને શુભ ધ્યાનમાં સ્થાપન કરે છે માટે તેમનું મૃત્યુ હિતકારી છે.
વળી જે મહાત્મા તપનિયમમાં સુસ્થિત છે અર્થાત્ ઇન્દ્રિયોના સંવરપૂર્વક આત્માના નિરાકુળ ભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા પરાક્રમવાળા છે, તે મહાત્માઓને જીવિત પણ શ્રેય છે અને મૃત્યુ પણ શ્રેય છે; કેમ કે તેઓ જીવતા છતા નિગ્રંથભાવની સતત વૃદ્ધિ કરે છે, તેથી તેમની નિર્લેપ નિર્લેપતર પરિણતિ સતત વૃદ્ધિ પામે છે અને તેવા મહાત્મા મરે તો વીર્યનો પ્રકર્ષ થાય તો મોક્ષમાં જાય, નહિ તો સ્વર્ગમાં જાય. તેથી પરલોકમાં પણ તેમને સુખ જ સુખ છે માટે તેમનું જીવન અને મરણ ઉભય હિતકારી છે.
વળી જેઓ ચોરી વગેરે અકાર્ય કરનારા છે, તેઓ જીવીને પણ પાપની વૃદ્ધિ કરે છે અને મરીને નરકમાં જાય છે તેવા જીવો માટે જીવવું પણ શ્રેય નથી, મરવું પણ શ્રેય નથી. I૪૪રથી ૪૪૪ અવતરણિકા :
अत एव विवेकिनः पापं प्राणप्रहाणेऽपि नाचरन्तीत्याह चઅવતારણિકાર્ચ -
આથી જ=પૂર્વની ત્રણ ગાથામાં કોનું મરણ શ્રેય છે ? કોનું શ્રેય નથી, તે બતાવ્યું. આથી જ, વિવેકી જીવો પ્રાણના નાશમાં પણ પાપને આચરતા નથી અને કહે છે – ભાવાર્થ :
ગાથા-૪૪૦માં દુર્દર દેવના દૃષ્ટાંતથી જીવન-મરણને આશ્રયીને ચાર વિકલ્પો બતાવ્યા અને તેની સ્પષ્ટતા ગાથા-૪૪૨થી ૪૪૪માં કરી અને આ સર્વ કથન ઉપદેશાત્મક છે. તેથી તેના દ્વારા કેવો ઉપદેશ ફલિત થાય તે બતાવતાં કહે છે –
જીવને માટે સુખ જ શ્રેય છે, દુઃખ શ્રેય નથી. તેને આશ્રયીને જીવન-મરણના ચાર વિકલ્પો બતાવ્યા, તેને સાંભળીને વિવેકી જીવો પ્રાણના નાશમાં પણ દુઃખના કારણભૂત પાપને કરતા નથી. એ બતાવે છે – ગાથા :
अवि इच्छंति य मरणं, न य परपीडं करिंति मणसा वि ।
जे सुविइयसुगइपहा, सोयरिसुओ जहा सुलसो ।।४४५।। ગાથાર્થ :
જણાયો છે સુગતિનો માર્ગ જેમને એવા જેઓ છે, તેઓ મરણને પણ ઈચ્છે છે પરંતુ મનથી પણ પરની પીડાને કરતા નથી. જેમ સૌકરિકનો પુત્ર સુલસ. I૪૪પી.