________________
૬.
ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે ચારિત્ર રહિત જ્ઞાન નિરર્થક છે, એ કથનમાં ચારિત્ર રહિત જ્ઞાન કઈ રીતે નિરર્થક છે ? એ પ્રકારની શંકા વિચારકને થાય, તેના નિવારણ માટે દૃષ્ટાંતને કહે છે
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
जहा खरो चंदणभारवाही भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ।। ४२६ ।।
ગાથાર્થ ઃ
જેમ ચંદનના ભારને વહન કરનારો ગઘેડો ભારનો ભાગી થાય છે, ચંદનનો નહિ, એ રીતે જ ચારિત્રથી રહિત એવો જ્ઞાની જ્ઞાનનો ભાગી થાય છે, મોક્ષરૂપ સુગતિનો નહિ. II૪૨૬ા ટીકા ઃ
यथा खरो रासभश्चन्दनभारवाही भारस्य भागी भाजनं, न हु नैव चन्दनस्य विलेपनादीनां, एवं खु एवमेव ज्ञानी चरणेन हीनो ज्ञानस्य भागी, न हु नैव सुगतेर्मोक्षलक्षणायाः इति ।।४२६ ।। ટીકાર્ય ઃयथा खरो રૂતિ ।। જે પ્રમાણે ગધેડો ચંદનના ભારને વહન કરનારો ભારનો ભાગી=ભાજન થાય છે, ચંદનના વિલેપન વગેરેનો ભાગી થતો નથી જ, એ રીતે જ ચારિત્રથી રહિત જ્ઞાતી જ્ઞાનનો ભાગી થાય છે, મોક્ષરૂપ સુગતિનો ભાગી થતો નથી જ. ॥૪૨૬॥
અવતરણિકા :
तर्हि लिङ्गी दर्शनशून्यः कथं स्यादत आह
અવતરણિકાર્ય :
તો લિંગી=ચારિત્રહીન એવો જ્ઞાતી દર્શનથી રહિત કેવી રીતે હોય ? એથી કહે છે
ભાવાર્થ:
ગાથા-૪૨૫માં કહ્યું કે ચારિત્ર વગરનું જ્ઞાન નિરર્થક છે અને તેનું લિંગગ્રહણ દર્શન રહિત છે, ત્યાં પ્રશ્ન થાય કે જે સાધુ ચારિત્રહીન છે છતાં ભગવાનના વચનનો સૂક્ષ્મ યથાર્થ બોધ છે તે સાધુ જ્ઞાનના ફળને ન પામે તોપણ તે લિંગી સાધુ દર્શનશૂન્ય કઈ રીતે હોય ? અર્થાત્ તેમને યથાર્થ બોધ છે માટે તેમનામાં સમ્યગ્દર્શન સ્વીકારવું જોઈએ. તે શંકાના નિવારણ માટે કહે છે