________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮, ૪૨૯ વળી જેને સૂક્ષ્મબોધ નથી એવા સ્થૂલ બોધવાળા સાધુ જે ચારિત્રની ક્રિયાને ગૌણ કરીને કઠોર તપ વગેરે કરે, તેઓ સંયમની ઉચિત ક્રિયાનો ધ્વંસ કરીને દુષ્કર તપનું અલ્પ જ ફળ મેળવે છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયથી સભ્યજ્ઞાન સમ્યપ્રવૃત્તિ કરાવીને હિતને સાધનારું છે અને જેમને સમ્યગ્બોધ છે, છતાં શક્તિ અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ કરતા નથી, તેમનો બોધ સ્વકાર્ય કરતો નથી, તેથી નિષ્ફળ છે અને તેમના બોધથી થયેલી તત્ત્વની રુચિરૂપ સમ્યગ્દર્શનની પરિણતિ પણ નિષ્ફળ છે; કેમ કે સમ્યગ્બોધવાળો જીવ તે બોધને અનુરૂપ રુચિને ધારણ કરે છે અને તેની રુચિ અવશ્ય શક્તિને ગોપવ્યા વગર સંયમમાં યત્ન કરાવે છે અને જેઓ તે પ્રકારે યત્ન કરતા નથી તેમને સમ્યગ્દર્શન પણ નથી એમ નિશ્ચયનય માને છે. તેવા સૂક્ષ્મ બોધવાળા મહાત્મા પોતાની હીન પ્રવૃત્તિ પ્રત્યે જુગુપ્સાવાળા હોય છે. સતત તેની નિંદા કરતા હોય છે અને પોતાની હીન પ્રવૃત્તિ લોકોને માર્ગનો ભ્રમ કરવાનું કારણ ન થાય તે રીતે પોતાની હીનતા પ્રકાશિત કરતા રહે છે, તેમનામાં વ્યવહારનય સમ્યગ્દર્શન છે તેમ સ્વીકારે છે અને જેઓ પોતાની હીનતા લોકોમાં ન દેખાય તે માટે પોતાની હીનતાની નિંદા કરતા નથી તેમનામાં વ્યવહારનય પણ સમ્યગ્દર્શન સ્વીકારતો નથી; કેમ કે પોતાનો હીન આચાર લોકોને ભગવાનના માર્ગનો વિપરીત બોધ કરાવનાર છે. છતાં નિઃશુકતાને કા૨ણે પોતે આચારહીન છે તે રીતે લોકો આગળ પ્રગટ કરતા નથી. આ રીતે મોક્ષમાર્ગથી વિપરીત આચારમાં મોક્ષમાર્ગનો ભ્રમ કરાવીને માર્ગનો નાશ કરનારા હોવાથી વ્યવહારનય પણ તેમનામાં સમ્યગ્દર્શન સ્વીકારતો નથી અને પ્રસ્તુત ગાથાઓમાં નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું આશ્રયણ કરીને કહે છે કે ચારિત્રહીન જ્ઞાન નિરર્થક છે અને લિંગનું ગ્રહણ દર્શનશૂન્ય છે અને સંયમમાં પ્રમાદી સાધુનો કઠોર પણ તપ નિરર્થક છે, તેથી કલ્યાણના અર્થી જીવે ભગવાનનું વચન સંયમની ક્રિયાઓ કઈ રીતે કરવાથી સામાયિકના પરિણામને પ્રગટ કરે છે અને પ્રગટ થયેલા સામાયિકના પરિણામની કઈ રીતે વૃદ્ધિ થાય છે અને શક્તિ અનુસાર થતી સંયમ ક્રિયાને અતિશય કરવા માટે તપ કઈ રીતે હિતકારી છે, તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને શક્તિ અનુસાર તપ-સંયમમાં યત્ન કરવો જોઈએ. II૪૨૫થી ૪૨૮
હર
અવતરણિકા :
तथाहि
અવતરણિકાર્ય :
ગાથા-૪૨૫થી અત્યાર સુધીમાં કહ્યું કે જેમનું જ્ઞાન ચારિત્ર રહિત છે, તે નિરર્થક છે, તેમનો સાધુવેષ સમ્યગ્દર્શનશૂન્ય છે, માટે નિરર્થક છે તે તત્તિથી સ્પષ્ટ કરે છે
ગાથા :
-
छज्जीवनिकायमहव्वयाण, परिपालणाइ जइधम्मो ।
जइ पुण ताइं न रक्खइ, भणाहि को नाम सो धम्मो ? ।। ४२९ ॥