________________
૬૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪
એવું ફલિત થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનયથી જ્ઞાન ચારિત્ર રહિત નથી, પરંતુ જેને યથાર્થ જ્ઞાન છે તે મહાત્મા અવશ્ય તે પ્રમાણે આચરણા કરે છે, તેવી આચરણા જે નથી કરતા તેનામાં જ્ઞાન હોવા છતાં જ્ઞાનનું કાર્ય નથી માટે જ્ઞાન નથી, એમ નિશ્ચયનય કહે છે, પરંતુ જે મહાત્માને શાસ્ત્રનો તાત્પર્યસ્પર્શી બોધ છે અર્થાત્ જીવે કયું અનુષ્ઠાન કઈ રીતે કરીને સામાયિકના ભાવોની વૃદ્ધિ કરવી જોઈએ તેવો બોધ છે તે જીવને વ્યવહારનય યથાર્થ જ્ઞાનવાળા સ્વીકારે છે. તેવા મહાત્મા પોતાના જ્ઞાનથી અવશ્ય પોતાનું હિત સાધવા ઇચ્છે છે તોપણ સંયમની આચરણામાં તે પ્રકારનું ધૃતિબળ નહિ હોવાથી સમ્યગુ આચરણા કરતા નથી, એથી ચારિત્રરહિત છે છતાં વ્યવહારનયથી જ્ઞાનરહિત નથી. વળી જેઓ કલ્યાણના અર્થી છે, માસક્ષમણ વગેરે દુષ્કર કરે છે, આમ છતાં સંયમનાં અનુષ્ઠાનો કઈ રીતે સામાયિકના પરિણામને સ્પર્શે છે અને સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે, તેનો મર્મસ્પર્શી બોધ નથી અને ખંડ ખંડ શાસ્ત્ર ભણીને હું શાસ્ત્રના અર્થોને જાણું છું, એવું મિથ્યાભિમાન ધારણ કરે છે, તેથી શાસ્ત્રના મર્મને જાણનારા ગીતાર્થને પરતંત્ર નથી અને સ્વમતિ અનુસાર દુષ્કર તપ વગેરે કરે છે, તેમનામાં સમ્યજ્ઞાન નહિ હોવાથી સમ્યજ્ઞાનના કાર્યરૂપ ચારિત્રની પરિણતિ પણ નથી, તેથી દુષ્કર માસક્ષમણાદિ કરતા હોવા છતાં તે તત્ત્વથી પૂજ્ય નથી; કેમ કે પૂજ્યતાનું કારણ જ્ઞાન અને ચારિત્ર બન્નેનો તેમાં અભાવ છે માટે દુષ્કર કરનારા શ્રેષ્ઠ નથી, માટે જ્ઞાની અધિક શ્રેષ્ઠ છે એમ ગાથા-૪૨૩માં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે કેટલાક ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપનું શ્રવણ કરે છે, તે શ્રવણકાળમાં જ તેમને ભાવસાધુ કેવા નિર્લેપ પરિણતિવાળા હોય છે, તેનો સૂક્ષ્મ બોધ થાય છે અને શ્રવણકાળમાં સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેનાથી તે મહાત્મામાં ચારિત્રનો પરિણામ પ્રગટે છે, તેથી ચારિત્ર ગ્રહણ કરતાં પહેલાં અર્થાતું ચારિત્ર ગ્રહણની સાક્ષાત્ ક્રિયા કરતાં પહેલાં, તે મહાત્મામાં સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર પ્રગટે છે, કદાચ તે ગીતાર્થ ન હોય તો ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્વીકારે છે અને ક્યારેક તેવા નિમિત્તથી જેમનું સદ્દીર્ય ઉલ્લસિત થયું છે, તેવા પ્રત્યેકબુદ્ધ વગેરેને સંયમ ગ્રહણ કરતા પૂર્વે શાસ્ત્રનો મર્મસ્પર્શી બોધ થાય છે અને સંયમ ગ્રહણ કરતા પૂર્વે ભાવથી ચારિત્રનો પરિણામ સ્પર્શે છે, ત્યારે તેવા મહાત્માઓને દેવતાઓ વેશ આપે છે, જ્યારે કેટલાક મહાત્માઓ કલ્યાણના અર્થી છે, સંયમ ગ્રહણ કર્યું છે, મહાપ્રયત્નથી બહુશ્રુત થયા છે, છતાં પણ કોઈક નિમિત્તે બલવાન પ્રસાદ આપાદક કર્મ વિપાકમાં આવે છે, ત્યારે તેઓને સૂક્ષ્મ બોધથી જણાય છે કે જિનવચન અનુસારે હું અપ્રમાદથી યત્ન કરીશ તો જ સંયમનો પરિણામ મને સ્પર્શશે, છતાં બલવાન પ્રમાદ આપાદક કર્મને કારણે તેઓ આચરણામાં પ્રમાદી બને છે, તેથી પોતાના જ્ઞાનથી ચારિત્રનો પરિણામ તેઓને ઉલ્લસિત થતો નથી, તેથી જીવોનું અંતરંગ વીર્ય ચારિત્રના પરિણામને સ્પર્શવા માટે કેટલાક જીવોને આશ્રયીને ક્રિયાની અપેક્ષા રાખે છે, તો વળી કેટલાક જીવોને ચારિત્રની ક્રિયાના અભાવમાં પણ સદ્વર્ય ઉલ્લસિત થાય તો ચારિત્રનો પરિણામ સ્પર્શે છે. અહીં જે જ્ઞાનથી અધિક અને ચારિત્રથી હીન ગ્રહણ કર્યા છે, તે જીવોને જિનવચનાનુસાર બોધ યથાર્થ છે તોપણ ક્રિયા કરે ત્યારે જ સામાયિકના પરિણામને સ્પર્શી શકે તેવી પરિણતિવાળા છે,