________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૨-૪૨૩
93
જ્ઞાનીને પણ પ્રમાદ આપાદક કર્મો બલવાન વર્તતાં હોય અને નિપુણતાપૂર્વક ઉપદેશને ઝીલીને તે મહાત્મા તે પ્રમાદનો ત્યાગ ન કરે તો ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય નહિ, તેવા જ્ઞાની સાધુને પ્રમાદનો ત્યાગ કરવા માટે પ્રસ્તુત ગાથામાં ઉપદેશ આપેલ છે, જે ઉપદેશને પામીને ઘણા યોગ્ય જીવો પોતાના પ્રમાદનો ત્યાગ કરીને પ્રાપ્ત થયેલા સમ્યજ્ઞાનના બળથી સામાયિકની વૃદ્ધિ કરીને હિત સાધશે. II૪૨૨ા
અવતરણિકા :
ननु च यो विशिष्टज्ञानो मनाक्क्रियाविकलो यश्चोत्कृष्टक्रियो मनाग्ज्ञानहीनः, अनयोः कतरः श्रेयानित्याशङ्कयाह–
અવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે જે વિશિષ્ટ જ્ઞાનવાળા કંઈક ક્રિયારહિત છે અને જે ઉત્કૃષ્ટ ક્રિયાવાળા થોડા જ્ઞાનરહિત છે, તે બેમાં કયો શ્રેષ્ઠ છે ? અર્થાત્ કોણ અધિક કલ્યાણને સાધે છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે
ગાથા:
-
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो ।
न य दुक्करं करिंतो, सुट्टु वि अप्पागमो पुरिसो ।।४२३ ।।
ગાથાર્થ ઃ
જ્ઞાનથી અધિક એવો પ્રવચનની પ્રભાવના કરતો પુરુષ હીન પણ=ચારિત્રની અપેક્ષાએ હીન પણ, શ્રેષ્ઠ છે, અત્યંત પણ દુષ્કરને કરતો અલ્પ આગમવાળો પુરુષ નહિ. II૪૨૩||
ટીકા ઃ
ज्ञानाधिको वरतरमाविष्टलिङ्गत्वात् प्रधानतरः, हीनोऽपि चारित्रापेक्षया, हुरलङ्कारे प्रवचनं सर्वज्ञागमं प्रभावयन् वादव्याख्यानादिभिरुद्भावयन्, न च नैव दुष्करं मासक्षपणादि सुष्ठवपि कुर्वन्नल्पागमः स्तोकश्रुतः पुरुषो वरतरमिति । ।४२३ ।।
ટીકાર્ય ઃ
ज्ञानाधिको વરતરમિતિ ।। જ્ઞાનથી અધિક એવો હીન પણ=ચારિત્રની અપેક્ષાએ હીત પણ, પ્રવચનને=સર્વજ્ઞના આગમને, પ્રકૃષ્ટપણે કહેતો=વાદ-વ્યાખ્યાન વગેરેથી સ્પષ્ટ સમજાવતો શ્રેષ્ઠતર છે, આવિષ્ટલિંગપણું હોવાથી વતરંનો અર્થ પ્રધાનતરઃ કરેલ છે અર્થાત્ નપુંસકલિંગ ન કરતાં પુંલ્લિંગ કરેલ છે. સારી રીતે પણ દુષ્કર એવા માસક્ષમણ વગેરેને કરતો અલ્પ આગમવાળો=થોડા આગમવાળો પુરુષ, શ્રેષ્ઠતર નથી જ. ।।૪૨૩।।