________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૨ સંયમ કરવાના ઉદ્યમમાં સિદાતા હોય છે–પૃથ્વીકાય આદિની રક્ષા કરવાના ઉત્સાહમાં શિથિલ હોય છે, ગણથીeગચ્છથી નીકળીને ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરતા ફરે છે,
ક્યાં ફરે છે ? એથી કહે છે – પ્રમાદઅરણયમાં ફરે છે, કેમ ? એથી કહે છે –
પ્રમાદ જ વિષય-કષાયરૂપી ચોર અને જંગલી પશુથી યુક્તપણું હોવાને કારણે અરણ્ય છે તેમાં ફરે છે, તેથી તેઓ ક્રિયામાં શિથિલ થાય છે. il૪૨૨ ભાવાર્થ :
જે મહાત્માઓ પાસે નિપુણ પ્રજ્ઞા છે, ગુણવાન ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કર્યું છે, તેથી શાસ્ત્રાનુસારી ક્રિયા કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તેનો પણ સૂક્ષ્મ બોધ છે. સુખ મોક્ષમાં જ છે, સંસારમાં નથી તેવો પણ બોધ છે. આમ છતાં પ્રમાદ આપાદક કર્મના પ્રાચર્યને કારણે કેટલાક જ્ઞાનવાળા હોવા છતાં પણ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવમાં આસક્ત હોય છે, તેથી મોહનાશને અનુકૂળ સંયમમાં પ્રમાદવાળા બને છે. જેમ શેલકસૂરિ નિમિત્તને પામીને શાતાગારવને વશ પ્રમાદવાળા થયા, છતાં પંથક મુનિના વિવેકપૂર્વકના યત્નથી તે પ્રમાદ દૂર થવાને કારણે ફરી મોક્ષપથમાં યત્નશીલ થયા, તે રીતે મંગુ આચાર્યએ પણ ત્રણ ગારવને વશ થઈને સંયમજીવન નિષ્ફળ કર્યું, છતાં પરમાર્થનો સૂક્ષ્મ બોધ હોવાને કારણે વ્યંતરના ભાવમાં પણ પોતાના પ્રમાદનો પશ્ચાત્તાપ થયો અને તેવા યોગ્ય જીવોને રસગારવાદિ પ્રમાદકાળમાં પણ ક્યારેક કોઈ યોગ્ય ઉપદેશક મળે તો માર્ગમાં સ્થિર થવાની પણ સંભાવના રહે છે અને તેના અભાવને કારણે રસગારવને વશ થઈને જ્ઞાની પણ તે જીવો મનુષ્યભવને નિષ્ફળ કરે છે.
વળી કેટલાક જ્ઞાની સંયમના સેવનમાં શિથિલ હોય છે. અર્થાત્ ગારવોમાં પ્રતિબદ્ધ હોય કે ન પણ હોય, પરંતુ પકાયના પાલનમાં અપ્રમાદથી યત્ન કરવામાં શિથિલ હોય છે, તેથી ગચ્છમાંથી નીકળીને ઇચ્છા અનુસાર વિચરે છે, ક્યાં વિચરે છે ? એથી કહે છે – પ્રમાદરૂપી અરણ્યમાં વિચરે છે; કેમ કે જો તેવા જ્ઞાની પુરુષ ગચ્છમાં હોય તો ગચ્છના અનુશાસનના બળથી માર્ગમાં પ્રવર્તે, ક્યારેક બાહ્યથી ગચ્છમાં હોય તોપણ ગચ્છના અનુશાસનને અનુસરે નહિ તો ભાવથી ગચ્છમાંથી નીકળીને પ્રમાદઅરણ્યમાં ભટકનારા છે; કેમ કે તે પ્રકારે જયણાનો સૂક્ષ્મ યત્ન કરવામાં આળસ દોષ હોવાને કારણે વિષયકષાયરૂપી ચોર અને જંગલી પશુથી ભરેલા એવા પ્રમાદવનમાં ફરે છે, તેથી ગારવ આદિને વશ થઈને સંયમની બાહ્ય ક્રિયા કરવા છતાં શમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે ક્રિયા કરતા નથી; કેમ કે તેમને જ્ઞાનનો જે સૂક્ષ્મ બોધ ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે તેવો સમર્થ છે તેના કરતાં પણ પ્રમાદ આપાદક કર્મ બલવાન છે, જેથી પ્રમાદને વશ નિષ્ફળ ક્રિયા કરે છે, જેમ મરીચિને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ હતો, છતાં શિષ્યનો લોભ જાગ્યો ત્યારે ઉત્સુત્ર પ્રરૂપણા કરવારૂપ પ્રમાદ થયો, એથી સૂક્ષ્મ બોધવાળા