________________
૫૪
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭-૧૮ બળ સંચય કરે તેના પરમાર્થને સદા જોનારા હોય છે, તેથી તેમનો વિકલ્પ અને જિનકલ્પનો બોધ માર્ગમાં યત્ન કરવાનું કારણ બને છે, પરંતુ જે સાધુઓને સ્થવિરકલ્પ અને જિનકલ્પના આચારોનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ કઈ રીતે ગુણસ્થાનકની વૃદ્ધિ માટે યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ.
વળી એષણા ગવેષણા, ગ્રહણ અને ગ્રાસના વિષયવાળી છે, સાધુ ભિક્ષાની ગવેષણા કરે, ભિક્ષાને ગ્રહણ કરે અને વાપરે તે સર્વ ક્રિયા કઈ રીતે કરવી જોઈએ, જેથી સામાયિકનો પરિણામ અતિશય થાય, તેનો જેને બોધ નથી તે સાધુ કઈ રીતે એષણામાં યત્ન કરી શકે? જેમ સાધુ ભિક્ષા માટે ગવેષણા કરતા હોય ત્યારે તેવો અધ્યવસાય કરે છે કે મળશે તો સંયમની વૃદ્ધિ થશે, નહિ મળે તો તપની વૃદ્ધિ થશે, વળી ગ્રહણમાં પણ સંયમને ઉપષ્ટભક હોય, તેવી વસ્તુનું ગ્રહણ કરે છે અને આહારાદિ તે રીતે વાપરે છે કે જેથી આહારસંજ્ઞા લેશ પણ પ્રવર્તક ન બને, પરંતુ સંયમવૃદ્ધિની સંજ્ઞા પ્રવર્તક બને, તે સર્વનો જેને બોધ નથી તે સાધુ કઈ રીતે સંયમયોગમાં યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ અથવા એષણાનો અર્થ પિંડની અન્વેષણા છે અને તે અંકિતાદિ સ્વરૂપ છે, તેથી જેમને કયો પિંડ શકિતાદિ દોષવાળો છે, તેનો બોધ નથી તેઓ સંયમની શુદ્ધિ માટે યત્ન કરી શકે નહિ.
વળી ચારિત્ર પાંચ મહાવ્રતોરૂપ છે, તેથી ક્યા પ્રકારના યત્નથી પાંચ મહાવ્રતો સુરક્ષિત રહે અને બીજાં મહાવ્રતો કઈ રીતે પહેલા મહાવ્રતની વાડરૂપ છે તેના પરમાર્થનો બોધ નથી તે સાધુ કઈ રીતે મહાવ્રતના પાલનમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ.
કરણ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો છે, આદિ પદથી સમિતિ-ગુપ્તિ આદિ છે, તેથી જેમને પિંડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ વગેરેનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ કઈ રીતે સંયમમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. વળી કોઈ જીવ દીક્ષાને અભિમુખ થયેલ હોય અથવા નવદીક્ષિત હોય તો તેને સામાચારી ગ્રહણ કરાવવાનો કયો ક્રમ છે ? તેનો જેમને બોધ નથી, તે કઈ રીતે તે જીવોનું હિત કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ, જેમ કોઈ જીવ સંસારથી વિરક્ત થઈને સંયમને અભિમુખ થયેલ તે જીવને સંયમ ગ્રહણ કર્યા પછી તે કઈ રીતે સંયમસ્થાનોની વૃદ્ધિ કરી શકશે, તેને અનુરૂપ તેના ક્ષયોપશમનો નિર્ણય કરીને તે ક્રમથી શુદ્ધ સામાચારીનો બોધ કરાવે છે જેથી સંયમ ગ્રહણ કર્યા પછી તે યોગ્ય જીવ તે સામાચારીના બોધના બળથી ઉચિત આચરણા કરીને સંયમની પરિણતિ ભાવથી પ્રાપ્ત કરે અને દીક્ષા વખતે સંયમની પરિણતિ પામેલ હોય તો તે સામાચારીના બોધના બળથી સંયમની વૃદ્ધિ કરી શકે, વળી નવદીક્ષિતને પણ તેના ક્ષયોપશમને અનુરૂપ કઈ રીતે સામાચારીનો બોધ કરાવવો જોઈએ, જેથી સંયમ ગ્રહણ કર્યા પછી તે મહાત્મા સતત ગુણની વૃદ્ધિ કરી શકે તે રીતે શિક્ષા આપવા વિષયક વિધિનો જે સાધુને બોધ નથી, તે સાધુ દીક્ષાને અભિમુખ જીવનું કે નવદીક્ષિત જીવનું હિત થાય તેમ કઈ રીતે યત્ન કરી શકે ? અને તે રીતે યત્ન ન કરી શકે તો અન્ય જીવના વિનાશમાં યત્ન કરીને પોતાનો પણ દીર્ઘ સંસાર પ્રાપ્ત કરે.
વળી જે સાધુને પ્રાયશ્ચિત્તની વિધિનો બોધ નથી અર્થાત્ કેવા જીવને કેવું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ અને કેવા જીવ પાસે કઈ રીતે તે પ્રાયશ્ચિત્ત કરાવવું જોઈએ ઇત્યાદિનો સૂક્ષ્મ બોધ નથી અને પોતાની