________________
UG
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૦-૪૨૧ ટીકાર્ય :
યથા ૩થનું ....... નાનીતિ | જે પ્રમાણે ઉદ્યમ કરવા માટે સમ્યગુ અનુષ્ઠાન કરવા માટે તપસંયમના ઉપાયને જાણનાર=તેના કારણમાં કુશલ તપ-સંયમના કારણમાં કુશલ, જ્ઞાની જાણે છે તે પ્રકારે તે ઉદ્યમને ચક્ષમાત્રના દર્શનથી=બીજાના અનુષ્ઠાનના દર્શનથી, આગમ વગર સામાચારીક અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે જેમને તે તેવા છેઃચક્ષુમાત્ર દર્શન સામાચારીવાળા છે, તેઓ જાણતા નથી. II૪૨૦ના. ભાવાર્થ :
જે મહાત્મા સૂક્ષ્મ બોધવાના છે, આગમનાં વચનો દરેક અનુષ્ઠાન દ્વારા કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે, તેના રહસ્યને પામેલા છે તેઓ સંવર અને નિર્જરારૂપ તપ-સંયમના ઉપાયને જાણનારા છે; કેમ કે આશ્રવથી ચિત્તને અટકાવીને અર્થાત્ ચિત્તનું સંવરણ કરીને નિર્જરાને અનુકૂળ સામાયિકમાં પ્રવર્તાવવું એ જ સંયમની ક્રિયા છે અને તેના ઉપાયભૂત સર્વ સાધુ સામાચારી છે અને જે મહાત્મા તપ-સંયમના ઉપાયને જાણનારા જ્ઞાની છે, તેઓ સંયમના દરેક આચારમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ, તેના પરમાર્થને જાણનારા છે, તેથી સંયમની સર્વ સામાચારી તપ-સંયમના ઉપાયમાં પ્રવૃત્તિ રૂપે કરીને કઈ રીતે સતત નિર્જરા થઈ શકે, તે પ્રકારે તે અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવાના રહસ્યને જાણનારા છે અને જેઓ ચક્ષુમાત્રના દર્શનથી સાધ્વાચારની આ ક્રિયા આ રીતે થાય તે પ્રકારે સામાચારીને જાણે છે, તેઓ તપ-સંયમની વૃદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને એ પ્રકારે સામાચારી વિષયક ઉદ્યમના રહસ્યને જાણતા નથી, આથી જ સંયમનાં કષ્ટોને વેઠીને કાયક્લેશને પ્રાપ્ત કરે છે અને તે કષ્ટો વેઠવાં તે જ ધર્મ છે; કેમ કે ધર્મ કષ્ટો સહન કરવા એ રૂપ જ છે તેમ જાણે છે, તેઓ તે કષ્ટો વેઠીને વર્તમાનમાં પણ શમભાવના સુખને પામતા નથી અને સમભાવના સુખની વૃદ્ધિ દ્વારા સંસારના ઉચ્છેદને અનુકૂળ યત્ન કરનારા થતા નથી, તેથી કલ્યાણના અર્થી સાધુએ તપ-સંયમના ઉપાયના જાણનારા જ્ઞાની ગુરુને આધીન જ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ, જેથી સાધુ સામાચારીના પરમાર્થને જાણીને તે સાધુ સામાચારી સામાયિકના પરિણામની વૃદ્ધિ દ્વારા કઈ રીતે મોક્ષફળમાં વિશ્રાંત થાય છે, તેના પરમાર્થની પ્રાપ્તિ થાય. I૪૨ના અવતરણિકા :
एवञ्च ज्ञानमात्रप्राधान्ये प्रतिपादिते ज्ञानमेवावलम्ब्य कश्चित् तोषं विदध्यादतस्तदपि क्रियाविकलमकिञ्चित्करमित्यावेदयन्नाहઅવતરણિકાર્ય :
અને આ રીતે જ્ઞાનમાત્રનું પ્રાધાન્ય કહેવાય છતે જ્ઞાનને જ અવલંબીને કોઈક સંતોષ પામે, આથી તે પણ=જ્ઞાન પણ, ક્રિયાવિકલ અકિંચિત્કર છે, એ પ્રમાણે જણાવતાં કહે છે – ભાવાર્થ :ગાથા-૪૧૭-૪૧૮માં કહ્યું કે કલ્પાકલ્પાદિને નહિ જાણનારા સાધુ કઈ રીતે સંયમમાં યત્ન કરી શકે ?