________________
૧૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૨-૩૯૩ છે. જેમ નવકલ્પી વિહારનું સામર્થ્ય હોય અને નવકલ્પી વિહાર કરીને રત્નત્રયની વૃદ્ધિમાં અપ્રમાદથી યત્ન થતો હોય છતાં સ્થિરવાસનું અવલંબન લઈને રત્નત્રય વિષયક અપ્રમાદ કરવા યત્ન કરે, તોપણ ભગવાનની આજ્ઞા પ્રત્યે અનાદરની બુદ્ધિ થવાથી રત્નત્રયની વૃદ્ધિ થાય નહિ. વળી જે સાધુ નવકલ્પી વિહાર દ્વારા રત્નત્રયની વૃદ્ધિ ક૨વા અસમર્થ હોય છતાં માત્ર બાહ્ય ક્રિયાનો દૃઢ આગ્રહ રાખીને નવકલ્પી વિહાર કરે અને શ્રાન્ત થઈને પ્રમાદ સેવે તો તે સાધુ વિરાધક બને છે. તેથી રત્નત્રયની વૃદ્ધિનાં બાહ્ય કારણોને ઉચિત અંગરૂપે જોડવામાં નિપુણતાપૂર્વક યત્ન કરીને લાભના અર્થ વણિકની જેમ જે સાધુ પોતાના નિગ્રંથભાવની વૃદ્ધિના અર્થી છે, તેઓ તે સંયોગમાં કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી નિગ્રંથભાવ વૃદ્ધિ પામે તેનો નિર્ણય કરીને તે તે ઉચિત પ્રવૃત્તિ કરે તો ક્યારેક બાહ્યક્રિયા ઉત્સર્ગ અનુસારી હોય, ક્યારેક અપવાદ અનુસારી હોય તોપણ દોષની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ નિષ્કારણ અપવાદ સેવે અથવા ઉત્સર્ગની રુચિ રાખીને ઉત્સર્ગ માર્ગ પ્રમાણે પ્રવૃત્તિ કરે. પરંતુ નિગ્રંથભાવની વૃદ્ધિને અનુકૂળ સમિતિગુપ્તિમાં યત્ન ન કરે અને તેની ઉપેક્ષા કરીને બાહ્ય કૃત્યને પ્રધાન કરે તે સાધુ આજ્ઞાનુસારી પ્રવૃત્તિ કરનારા નથી; કેમ કે સર્વજ્ઞની આજ્ઞા ત્રણ ગુપ્તિના પ્રકર્ષના અંગરૂપે જે કૃત્ય ઉપકારક હોય તેનું વિધાન કરે છે અને અનુપકારક હોય તેનો નિષેધ કરે છે, પરંતુ પ્રતિનિયત આચરણાની સર્વથા વિધિ નથી કે સર્વથા નિષેધ નથી. II૩૯૨॥
અવતરણિકા :
यत आह
અવતરણિકાર્ય :
જે કારણથી કહે છે=રાગ-દ્વેષના પરિહારથી સમ્યક્ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ શઠપણાથી દુષ્ટ આલંબન લેવું જોઈએ નહિ, એમ જે પૂર્વગાથાના અંતે કહ્યું, તેને દૃઢ કરવા માટે જે કારણથી કહે છે
ગાથા:
-
धम्मम्म नत्थि माया, न य कवडं नाणुवत्तिभणियं वा । फुडपागडमकुडिल्लं, धम्मवयणमुज्जुयं जाण ।। ३९३।।
ગાથાર્થઃ
ધર્મમાં માયા નથી, કપટ નથી જ અથવા અનુવૃત્તિથી કહેવાયેલું નથી, સ્પષ્ટ પ્રગટ અકુટિલ ઋજુ એવા ધર્મવચનને તું જાણ. II૩૯૩]]
ટીકા ઃ
धर्मे सद्भावसाध्ये नास्ति मायाऽत्यन्तविरोधाद्, न च नैव कपटं परवञ्चनाय चेष्टारूपमनुवृत्तिभणितं