________________
પ૧
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૬, ૪૧૭–૪૧૮ આચારનો બોધ છે, પરંતુ તે વેષ કઈ રીતે મોહનો નાશ કરવામાં કારણ છે, તેનો સૂક્ષ્મ બોધ નથી. આથી જ સાધુનો વેષ વિવેકપૂર્વક ગ્રહણ કરાયેલો હોય તો સંયમનું રક્ષણ કરે છે અને સાધુના આચાર વિવેકપૂર્વક પળાય તો શમભાવની વૃદ્ધિ કરાવે છે અને વિવેક વગરના લિંગ અને આચારો બાહ્યથી સદશ હોવા છતાં અંતરંગ સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બનતા નથી, પરંતુ નિમિત્ત પ્રમાણે ભાવોની વૃદ્ધિ કરે છે, તેથી લિંગ અને આચાર જો વિશિષ્ટ કૃત રહિત હોય તો તેનાથી ક્લેશની જ વૃદ્ધિ થાય છે. આથી વિશિષ્ટ બોધ વગરના સાધુ સાધુના વેષમાં રહે છે, સ્વબુદ્ધિથી આચારો પાળે છે, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવો કરી શકતા નથી, ફક્ત અમે સાધુ છીએ, સંયમની ક્રિયા કરનારા છીએ, એ પ્રકારના અભિમાનને ધારણ કરે છે. જેમ સંસારી જીવો હું ધનાઢ્ય છું, બુદ્ધિસંપન્ન છું વગેરે પરિગ્રહના બળથી બાહ્ય સંગ દ્વારા કર્મોથી લેપાય છે, તેમ વિશિષ્ટ બોધ વગરના સાધુ અમે સાધુ છીએ, આચારને પાળનારા છીએ ઇત્યાદિ ગ્રંથો દ્વારા દુરંત સંસારમાં જાય છે, તેથી તેમનું સંયમજીવન સંસારનાશનું કારણ બનતું નથી, પરંતુ સંસારી જીવોને ધન વગેરે પરિગ્રહ છે, તેમ તે સાધુને વેષ અને આચાર સ્વયં પરિગ્રહ બને છે.
વળી જે પથિક પંથનાં અંતરાલ સ્થાનોને જાણે છે, તેથી ઇષ્ટ સ્થાનના માર્ગનો નિર્ણય કર્યા પછી ત્યાં આહાર વગેરે સુલભ છે, ચોર વગેરેનો ભય નથી તેનો નિર્ણય કરીને ક્લેશ રહિત ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ સુસાધુ પણ લિંગો, સંયમના આચારો અને સૂત્રનો વિશિષ્ટ અર્થ વગરનો બોધ કઈ રીતે પરિગ્રહ થઈ શકે છે, લોકોમાં પૂજાવાથી પોતે કઈ રીતે મોહરૂપી ચોરોથી લુંટાશે વગેરેના બોધવાળા હોવાથી લિંગ અને આચારોને તે રીતે સેવે છે. જેથી લિંગ માર્ગભ્રંશથી રક્ષણ કરે અને આચારો મોહનાશનું કારણ બને અને લોકમાં પૂજાય ત્યારે પણ વિચારે કે હું નથી પૂજાતો, ભગવાનનું બતાવેલું સંયમ પૂજાય છે, તેથી લોકોની પૂજાને પામીને પણ મોહ વગેરે ચોરોના ઉપદ્રવ વગરની સુવિશુદ્ધ સંયમ ધુરાને ધારણ કરે છે અને લોકો સુવિશુદ્ધ સંયમને પૂજીને કર્મનિર્જરા કરે તેવો નિર્મળ અધ્યવસાય ધારણ કરે છે. I૪૧છા અવતરણિકા :
एतदेव भावयतिઅવતરણિકાર્ચ -
આને જ ભાવન કરે છે–સામાન્ય પથને જાણનાર વિશેષ પથને જાણતો ન હોય તો તે પથિક ક્લેશ પામે છે, તેમ લિંગ આચાર શ્રતમાત્રને જાણનાર સાધુ ક્લેશને પામે છે, એમ પૂર્વમાં કહ્યું એને જ ભાવન કરે છે –
ગાથા :
कप्पाकप्पं एसणमणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु समग्गं ।।४१७।।