________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૮, ૩૯૯-૪૦૦
૨૭ પ્રમાણે જિનવચનનું અવલંબન લઈને તપ-અનુષ્ઠાન કરવાની મનોવૃત્તિ છે, તેઓ તે તપ-અનુષ્ઠાન કરીને પણ સર્વજ્ઞના વચનને પરતંત્ર થવાની મતિવાળા નથી, એથી સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ તેમનામાં વર્તે છે અને મિથ્યાત્વકાળમાં અવશ્ય અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે, તેથી તે સાધુ તપ-સંયમનું અનુષ્ઠાન કરીને પણ ભગવાનના વચનથી વિપરીત સ્વરુચિને પુષ્ટ કરીને અનંત સંસારની પ્રાપ્તિ કરે છે.
વળી કોઈ સાધુ અજ્ઞ એવા અગીતાર્થને સ્વમતિથી ગીતાર્થરૂપે નિર્ણય કરીને ગુરુરૂપે સ્વીકારે છે, તેની નિશ્રામાં તેને પૂછીને સર્વ અનુષ્ઠાન કરે છે, તે પણ અનંતસંસારી છે; કેમ કે ભગવાનના વચનમાં તે મહાત્માને રુચિ નથી, સ્વરુચિ અનુસાર પોતાને જે યોગ્ય જણાય તેવા ગુરુને સ્વીકારીને તેની નિશ્રાથી સંયમ પાળવા યત્ન કરે છે. વસ્તુતઃ કલ્યાણના અર્થી સાધુએ સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણનારા આ સાધુ છે તેવો નિર્ણય કરીને, તેમના અનુશાસનથી સંયમયોગમાં યત્ન કરવો જોઈએ, પરંતુ જેમની તુચ્છ મતિ છે તેઓ તેવા અગીતાર્થની નિશ્રા કરીને સંસારસમુદ્રથી તરવા યત્ન કરે છે અને તેવા અગીતાર્થ સાધુના સર્વ વિપર્યાસથી તેઓ પણ તે પ્રકારે વિપર્યાસથી વાસિત બને છે. જેથી ભગવાનના વચનથી વિપરીત રુચિ સ્થિર સ્થિરતર થાય છે. તેથી સંયમનાં કષ્ટોને વેઠીને પણ અનંત સંસારને પ્રાપ્ત કરે છે.
વળી જેઓ પોતે શાસ્ત્રમાં નિપુણ થયા નથી તેથી માર્ગાનુસારી પ્રજ્ઞાથી ઉચિત પ્રવૃત્તિઓનો નિર્ણય કરવાનો બોધ પોતાનામાં નથી, છતાં ગચ્છનું પાલન કરે છે અને અનેક શિષ્યો કરીને તેમને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવું છું, એવું અભિમાન કરે છે, તેઓ સ્વ-પરનો વિનાશ કરનારા હોવાથી અનંતસંસારી છે. Il૩૯૮ અવતરણિકા :
अत्राह परःઅવતરણિતાર્થ :
અહીં પૂર્વની ગાથામાં કહ્યું કે અગીતાર્થ-અગીતાર્થને નિશ્રિત અને ગચ્છને પ્રવર્તાવનાર સાધુ અનંતસંસારી થાય છે. એ કથનમાં, પર=પૂર્વપક્ષી, પ્રશ્ન કરે છે –
| ગાથા :
कह उ जयंतो साहू, वट्टावेइ य जो उ गच्छं तु ।
संजमजुत्तो होउं, अणंतसंसारिओ भणिओ ?।।३९९ ।। ગાથાર્થ :
ચતમાન સાધુ છે અને જે વળી ગચ્છને ચલાવે છે, સંયમયુક્ત થઈને કેમ અનંતસંસારી કહેવાયો ? Il૩૯૯ll