________________
૨૯
ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૩૯૯-૪૦૦, ૪૦૧ ગુણ-દોષોને અગીતાર્થ જાણતો નથી, આથી જ્ઞાનના અભાવને કારણે વિપરીત પ્રવર્તે છે અને તે રીતે કર્મબંધવાળો થાય છે. તેનાથી અનંત સંસાર છે, એ પ્રમાણે દ્વારગાથાનો સમાસાર્થ છે. ૪૦૦
ભાવાર્થ :
પૂર્વની ગાથામાં કહ્યું કે અગીતાર્થ, અગીતાર્થનિશ્ચિત સાધુ અને ગચ્છને ચલાવનાર અગીતાર્થ અનંતસંસારી થાય છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે સાધુ પોતાની બુદ્ધિ પ્રમાણે તપ-સંયમમાં યતમાન છે, તેને અનંતસંસારી કેમ કહ્યો ? અને જે સાધુ પોતાના બોધ પ્રમાણે ગચ્છને ચલાવે છે અને શાસ્ત્રના અર્થો શિષ્યોને સમજાવે છે અને પોતે સંયમની ક્રિયા કરે છે, છતાં તેને અનંતસંસારી કેમ કહ્યો ? અર્થાત્ જેટલા અંશમાં ઉચિત આરાધના કરે છે, તેટલા અંશમાં આરાધક કહેવો જોઈએ, પરંતુ અનંતસંસારી ન કહેવો જોઈએ. એ શંકામાં ઉત્તર આપે છે –
અગીતાર્થ સાધુ સંયમના પરિણામની વૃદ્ધિના અંગભૂત આ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ કઈ રીતે બનશે? અને કઈ રીતે નહિ બને તેના પરમાર્થને જાણતા નથી. વળી આ પુરુષ ઉત્સર્ગમાર્ગથી ગુણની વૃદ્ધિ કરી શકે તેમ છે અને આ પુરુષ અપવાદ સેવ્યા વગર ગુણવૃદ્ધિ કરી શકે તેમ નથી, તેને જાણી શકતા નથી. વળી કયાં દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં કયા પુરુષને આશ્રયીને કઈ પ્રતિસેવના ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ છે, કઈ પ્રતિસેવના ગુણસ્થાનકની હાનિનું કારણ છે, તેના પરમાર્થને જાણતા નથી, તેથી શાસ્ત્રવચનોનું સ્થૂલથી અવલંબન લઈને સ્વમતિ અનુસાર તેને યોજન કરીને હું શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરું છું, તેવું અભિમાન માત્ર ધારણ કરે છે, તે મહાત્માની તપ-સંયમની પ્રવૃત્તિથી પણ કર્મબંધની પ્રાપ્તિ થાય છે અને અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. માટે કલ્યાણના અર્થી સાધુએ ગીતાર્થ સાધુનો નિર્ણય કરીને તેની નિશ્રાથી હિત સાધવા યત્ન કરવો જોઈએ અને ગીતાર્થ થયા પૂર્વે ગચ્છને પ્રવર્તાવવો જોઈએ નહિ. ll૩૯૯-૪૦૦માં અવતરણિકા :
अधुनेमा प्रतिपदं व्याचष्टेઅવતરણિકા :હવે આને=૪૦૦મી ગાથાને, દરેક સ્થાન આશ્રયીને કહે છે –
ગાથા :
जट्ठियदव्व न याणइ, सच्चित्ताचित्तमीसियं चेव ।
कप्पाकप्पं च तहा, जोगं वा जस्स जं होइ ।।४०१।। ગાથાર્થ :
અગીતાર્થ સાધુ દ્રવ્યને જાણતા નથી - સચિત્ત-અચિત્ત-મિશ્રને, કલય-અકલય દ્રવ્યને અથવા જેને ગ્લાન વગેરેને, જે યોગ્ય છે તેને, જાણતા નથી. II૪૦૧il