________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૨-૧૩
૪૫
અસંગભાવને અભિમુખ જવાના વ્યાપારરૂપ છે અને શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ નથી કે આ ક્રિયાઓ કઈ રીતે સેવવાથી સતત નિગ્રંથભાવની વૃદ્ધિ થાય, તેથી નિગ્રંથભાવને અતિશય કરવા રૂપ ગુણશ્રેણીની વૃદ્ધિ થતી નથી.
વળી કોઈ સાધુ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય નિગ્રંથભાવ છે. તે રૂ૫ માર્ગને જાણતા નથી, તેથી પોતે દેવસિક અને રાત્રિક અતિચારોને સેવે છે તેને જાણતા નથી, વ્રતના અતિચારોને જાણતા નથી. પરંતુ શાસ્ત્રવચનનું અવલંબને લઈને પોતે બાહ્ય શુદ્ધ આચરણ કરે છે તેમ માને છે, તેની પણ ગુણશ્રેણી વધતી નથી, પરંતુ સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામને કારણે જેટલી પ્રાપ્ત થયેલી તેટલી જ અવસ્થિત રહે છે.
અહીં વિશેષ એ છે કે સંપૂર્ણ નિગ્રંથ સિદ્ધના જીવો છે; કેમ કે દ્રવ્યથી શરીર અને કર્મનો સંબંધ નથી અને ભાવથી વીતરાગ હોવાથી કોઈ પદાર્થ સાથે લેશ પણ સંશ્લેષ નથી અને કેવલજ્ઞાનને પામેલા કેવલી કે તીર્થકર ભાવથી નિગ્રંથ છે, પણ દ્રવ્યથી ગ્રંથવાળા છે; કેમ કે શરીર અને કર્મ સાથે સંબંધ છે અને ચિત્ત વીતરાગ સ્વરૂપ છે, તેથી ભાવથી નિગ્રંથ છે અને ક્ષપકશ્રેણીને પામેલા મહાત્માએ ભાવથી નિગ્રંથ થવાનો પ્રારંભ કર્યો છે. વીતરાગ થાય ત્યારે ભાવથી નિગ્રંથપણાની નિષ્ઠાને પામશે અને સુસાધુ નિગ્રંથભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, જેથી ક્ષપકશ્રેણીને આસન્ન આસન્નતર અવસ્થાનો નિગ્રંથભાવ પ્રગટ થાય. આથી સોળે કષાયો અને નવ નોકષાયો સતત ક્ષીણ ક્ષીણતર થાય તે પ્રકારે ગીતાર્થ સાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે અને જ્યારે કષાયોનો ક્ષયોપશમભાવ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે તે રીતે ઉત્સર્ગ માર્ગથી યત્ન સંભવે, ત્યારે ઉત્સર્ગ માર્ગથી તે રીતે યત્ન કરે છે. જેથી નિગ્રંથભાવની સતત વૃદ્ધિ થાય છે અને જ્યારે ઉત્સર્ગ માર્ગના સેવનથી તે કષાયો નિગ્રંથભાવને અભિમુખ પરિણમન પામી શકતા નથી, ત્યારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પંચકહાનિની મર્યાદાથી અપવાદ સેવીને પણ ગીતાર્થ સાધુ નિગ્રંથભાવને અભિમુખ પોતાનો યત્ન અસ્મલિત રાખે છે અને પોતાની નિશ્રામાં રહેલા સાધુને પણ તે રીતે પ્રવર્તાવે છે. આમ છતાં અંતરંગ નિગ્રંથભાવને અભિમુખ યત્નમાં કોઈ સ્કૂલના થાય તો તે અપરાધસ્થાનો છે, જેમ સાધુને પ્રાપ્ત થતા ઉપસર્ગો અને પરિષહો અતિચારોને પ્રાપ્ત કરાવે છે, તેથી જો ઉપસર્ગ અને પરિષહ પ્રાપ્ત થયેલ હોય અને તેનો જય ન કરી શકે તો તે ઉપસર્ગ-પરિષદકાળમાં સાધુનું ચિત્ત શમભાવની વૃદ્ધિના વ્યાપારમાં અલના પામેલું હોવાથી નિગ્રંથભાવ પ્રત્યે જવા અલના પામે છે તોપણ બહુશ્રુત ગીતાર્થ સાધુ તે અપરાધને જાણીને વિવેકપૂર્વક તેની શુદ્ધિ કરાવે છે, તેથી નિગ્રંથભાવ પ્રત્યે ગમન સ્વરૂપ ગુણશ્રેણી ફરી વૃદ્ધિ પામે છે.
વળી દેવસિક અને રાત્રિક ક્રિયાના કાળમાં ઉપયોગની સ્કૂલનાને કારણે જે અતિચારો થયા હોય અને વ્રતમાં પણ જે અતિચારો થયા હોય તે સર્વને જાણીને ગીતાર્થ સાધુ નિપુણતાથી તેની આલોચના કરીને ફરી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરે છે, પરંતુ જે સાધુ એ પ્રકારના બહુશ્રુત નથી અને કંઈક જ્ઞાનવાળા છે, તેથી બાહ્યથી સ્વાધ્યાય-તપ વગેરે ક્રિયા કરે છે અને પોતે માને છે કે અમે