________________
૪૭
ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૪૧૪-૪૧૫ वधारणार्थः, तपो मासक्षपणादि, किमित्याह-सुन्दरबुद्ध्या स्वकल्पनया सुन्दरमेतदिति धिया कृतं बह्वपि न सुन्दरं भवति, लौकिकमुनीनामिवाज्ञानोपहतत्वादिति ।।४१४ ।। ટીકાર્ચ -
અન્યામ:.. ગરાનોપદતત્વાદિતિ | અલ્પ આગમવાળો=થોડા શ્રતવાળો, ક્લેશ પામે છે =કેવલ ક્લેશને અનુભવે છે. જોકે અતિદુષ્કરને જ કરે છે. તુ શબ્દ અવધારણ અર્થવાળો છે, તેથી અતિદુષ્કર જ માસક્ષમણ વગેરે તપ કરે છે, કયા કારણથી ક્લેશને અનુભવે છે ? એથી કહે છે – સુંદર બુદ્ધિથી=પોતાની કલ્પનાથી આ સુંદર છે એ પ્રકારની બુદ્ધિથી, કરાયેલું ઘણું પણ સુંદર થતું નથી; કેમ કે લૌકિક મુનિની જેમ અજ્ઞાનથી ઉપહતપણું છે. I૪૧૪ ભાવાર્થ :
જેમને સંસાર ચાર ગતિના ભ્રમણ સ્વરૂપ છે તેવો બોધ છે અને તેના ઉચ્છેદ માટે તપ-સંયમની ઉચિત ક્રિયા કરવી જોઈએ તેવો બોધ છે, તોપણ નિગ્રંથભાવમાં જવાને અનુકૂળ અંતરંગ પરિણામને ઉલ્લસિત કરે તેવી સંયમની ક્રિયા મોક્ષનું કારણ છે, તેવો બોધ નથી. તેથી તપ-સંયમનાં કષ્ટો વેઠે છે અને તે કષ્ટોના ક્લેશને ક્લેશરૂપે વેદન કરે છે. પરંતુ સમભાવની વૃદ્ધિના પરિણામરૂપ પ્રશમસુખ રૂપે વેદન કરી શકતા નથી, છતાં સંસારના નિસ્તારનો ઉપાય કષ્ટોને સહન કરવાં એ જ છે, તેવી બુદ્ધિ હોવાથી પોતાની ઇચ્છાથી અતિદુષ્કર તપ વગેરે કરીને મારું હિત થાય છે. તેવી સુંદર બુદ્ધિ ધારણ કરે છે, એથી કષ્ટો વેઠવાથી પોતાનું કલ્યાણ છે એવી બુદ્ધિથી ઘણો ફ્લેશ સહન કરવા છતાં તે સુંદર થતું નથી, કેમ કે વીતરાગના વચનનો પારમાર્થિક બોધ નહિ હોવાથી અને કંઈક બોધ હોવાથી આકુલતા વગર કષ્ટકારી આચરણાઓ કરે છે, તોપણ તે આચરણાના બળથી કઈ રીતે નિગ્રંથભાવને અનુકૂળ સદ્દીર્ય પ્રવર્તાવવું જોઈએ અને પોતાના શમભાવની વૃદ્ધિમાં વ્યાઘાતક કષ્ટકારી આચરણાનો પરિહાર કરીને કઈ રીતે શમભાવનું રક્ષણ કરવું જોઈએ ? તેના પરમાર્થને જાણનારા નહિ હોવાથી લૌકિક સંન્યાસીની જેમ તે સાધુનું કષ્ટકારી અનુષ્ઠાન અજ્ઞાનથી ઉપહત હોવાને કારણે સુંદર થતું નથી, છતાં કંઈક માર્ગાનુસારી બુદ્ધિ છે, તેથી દેશઆરાધક છે, સર્વથા મોક્ષમાર્ગથી વિમુખ નથી. જેમ તામલિ તાપસ વગેરે અન્ય દર્શનના સંન્યાસી મોક્ષમાર્ગને અભિમુખ હતા, તેમ અલ્પાગમવાળા જૈન સાધુ કંઈક અંશે 'મોક્ષમાર્ગને અભિમુખ છે, પરંતુ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સંસારનો ક્ષય કરવા સમર્થ નથી. II૪૧૪
અવતરણિકા :तथा चाह
અવતરણિકાર્ય :
અને તે રીતે કહે છે–અલ્પ આગમવાળા સાધુનું ઘણું પણ કષ્ટકારી અનુષ્ઠાન અલ્પફળવાળું છે, એમ પૂર્વની ગાથામાં કહ્યું. તે રીતે તે કથનને અધિક સ્પષ્ટ કરે છે –