________________
૧૩
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૩૯૨
गुणपरिवुड्ढिनिमित्तं, कालाईते ण हुंति दोसा उ । जत्थ उ बहुया हाणी, हविज्ज तहियं न विहरेज्जा ।।३।। इत्यादि अमुमेव न्यायमशेष कर्त्तव्यसङ्ग्रहद्वारेण निगमयन्नाहઅવતરણિકાર્ચ -
પહેલી ગાથા વડે જ=ગાથા-૩૮૯ વડે જ, ગતાર્થપણું હોવા છતાં પણ=કારણે એક ક્ષેત્રમાં વસનારા સાધુ આરાધક છે એ અર્થ પ્રાપ્ત થતો હોવા છતાં પણ, ઈતર બે ગાથાનું અભિધાન=૩૯૦૩૯૧મી ગાથાનું કથન, શા માટે છે ? એ પ્રકારની કોઈને શંકા થાય તો કહે છે કે ભગવાનની આજ્ઞાથી એક સ્થાનમાં રહેતા સાધુને કોઈક રીતે દોષની ગંધ પણ નથી, એ પ્રમાણે અતિશય બતાવવા માટે પાછળની બે ગાથાનું કથન કર્યું છે અને તે પ્રમાણે કહેવાયું છે –
જો કે એક ક્ષેત્રમાં વિચરનારા કાલ અતિક્રાંતને આચરનારા છે, તોપણ જે કારણથી વિશુદ્ધ આલંબનવાળા વિશુદ્ધ ચારિત્રવાળા છે. ||૧||
આજ્ઞાથી નથી મુકાઈ ધુરા જેમના વડે એવા જે કારણથી ગુણવૃદ્ધિવાળા છે, તે કારણથી નિર્જરા છે, મુકાયેલી ધુરાવાળા મુનિને ચારિત્રમાં શુદ્ધિ સંવેદના થતી નથી. રાા
ગુણપરિવૃદ્ધિનું નિમિત્ત કાલાતીતાદિના ગ્રહણમાં દોષો થતા નથી, જ્યાં ઘણી હાનિ થાય ત્યાં સાધુએ વિચરવું જોઈએ નહિ. Ila ઈત્યાદિ.
આ જ ન્યાયને સમગ્ર કર્તવ્યતા સંગ્રહ દ્વારા નિગમત કરતાં કહે છે – ભાવાર્થ :
ગાથા-૩૮૯માં જે કથન કર્યું તે જ કથન બીજા શબ્દો દ્વારા ગાથા-૩૯૦-૩૯૧માં પ્રાપ્ત થાય છે, તેથી વિચારકને પ્રશ્ન થાય કે ફરી તે બે ગાથા કેમ કહી ? તેથી કહે છે –
ભગવાનની આજ્ઞામાં રહેલા જીવોને સ્થિરવાસમાં દોષની ગંધ પણ નથી. તે અતિશયથી બતાવવા માટે જે એક ક્ષેત્રમાં રહેલા સાધુ પુરાણા કર્મને ખપાવે છે, તેમ ગાથા-૩૮૯માં કહ્યું. તે જ રીતે વૃદ્ધવાસમાં રહેલા પણ સાધુ ચિરસંચિત કર્મ ખપાવે છે, તેમ ગાથા-૩૯૦માં કહ્યું. અને સો વર્ષ સ્થિરવાસમાં વસતા પણ આરાધક છે તેમ ગાથા-૩૯૧માં કહ્યું, તેથી એ ફલિત થાય કે આજ્ઞાનુસારે એક ક્ષેત્રમાં સ્થિરવાસ કરે તો લેશપણ દોષ નથી, જેમ નિશીથ ભાષ્યમાં ત્રણ ગાથાથી વિશુદ્ધ આલંબનવાળા સાધુને દોષની પ્રાપ્તિ નથી, તે કથન અન્ય અન્ય રીતે સ્પષ્ટ કરે છે. તેથી સાધુને સ્થિર બોધ થાય કે સ્થિરવાસ કે નવકલ્પી વિહાર કરવા માત્રથી નિર્જરાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ આજ્ઞાથી નિયંત્રિત નવકલ્પી વિહાર કે સ્થિરવાસ હોય તો જ નિર્જરા થાય છે. આથી જે સાધુ અપ્રમાદથી સંયમયોગમાં ઉત્થિત નથી, તેઓ કદાચ નવકલ્પી વિહાર કરે તોપણ વિરાધક છે; કેમ કે નવકલ્પી વિહારના પ્રયોજનભૂત સંગનો પરિહાર તેઓ કરતા નથી, પરંતુ તે તે ક્ષેત્રોના પ્રતિબંધોને ધારણ કરીને કે તે તે શ્રાવકોના પ્રતિબંધોને ધારણ