________________
૨૧
રકમ અર્પણ થયેલી છે. સંવત ૧૯૫૬ ના ભયંકર દુકાળમાં ગરીબ લેકેને સસ્તે ભાવે અનાજ આપવાના તથા પાંજરાપોળના અનાથ જાનવરોને નીભાવ કરવામાં રા હઠીસંગભાઈ તરફથી મદદ થઈ હતી.
આ શિવાય કાઠીયાવાડ ગુજરાત, કચ્છ, વાગડ, માળવા, પંજાબ વગેરે દેશોમાંથી આવેલ ઐયજીર્ણોદ્ધાર, નવીન જિનાલયોની, ઉપાશ્રયોની, ધર્મશાળાઓની અને બીજા જાહેર શુભ ખાતાની ટીપમાં બહેરા હઠીસંગભાઇએ દરેક પ્રસંગે કાંઈ કાંઈ રકમ અર્પણ કરેલી છે અને લક્ષ્મીને સર્વ રીતે કૃતાર્થ કરેલી છે. આજસુધીના જીવનમાં તે ઉદાર ગૃહસ્થ પિણા લાખની મોટી ગંજાવર રકમ સત્કાર્યમાં અર્પણ કરી ચુક્યા છે અને હજુ ભવિષ્યમાં જેઓ પિતાના જીવનમાં લક્ષ્મીને સદુપયોગ કરવાને તત્પર રહેલા છે. સં. ૧૯૩૪ ના વર્ષમાં સ્થાનકવાસી અને લોકાગચ્છ સાથે ભાવનગરમાં મહાન કલહ
થયો હતો. તે સંવત ૧૯૪૦ ના વર્ષમાં સમવસરણની રચના શ્રીસંધ જાહેર કાર્યોમાં તરફથી થતાં તે કલહને ભંગ કરી તેમણે પ્રથમ નવકારશ્રીનું ભોજન ભાગ. આપ્યું હતું. તે વખતે રા કુટુંબે તન મન અને ધનથી તેમાં ભાગ લીધો
હતા અને હોરા હઠીસંગભાઈએ પરસ્પર સંપવૃદ્ધિને માટે સારો પ્રયત્ન કર્યો હતા. વહેરા હઠીસંગભાઈ પિતાના સખાવતના ગુણોથી સંઘના માનની સાથે રાજનું માન પણ પામેલા છે. ભાવનગરના નામદાર મહારાજા સાહેબ સર ભાવસિંહજી તરફથી તેમને દરેક ઉત્તમ પ્રસંગે આમંત્રણ મળે છે. અને પ્રજા વર્ગમાં એક આગેવાન ગણાય છે. તેઓ જ્ઞાન અને જ્ઞાનના સાધનોને પુષ્ટિ આપનારા દરેક શુભ ખાતાને સારી સહાય આપે છે. ઘણાં વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી જેન હિતેચ્છુ સંસ્થામાં જોડાવાથી તેઓને જ્ઞાનખાતા ઉપર સારી પ્રીતિ થઈ હતી. અને તેથી તેમણે તે વખતે પ્રથમથી જ્યાનંદ કેવળીના રાસનું ઉપયોગી પુસ્તક છપાવવામાં સારી સહાય આપી હતી. ત્યારપછી તેઓ અત્યારે ભાવનગરમાં સ્થપાયેલી શ્રી જેને આત્માનંદ સભાના પ્રથમ લાઇફમેમ્બર થયેલા હતા. ત્યારબાદ શ્રી છઠ્ઠી જૈનવેતામ્બર કોનફરન્સ આ ભાવનગર શહેરમાં મળી હતી, કે જે કોન્ફરન્સમાં બીજે નહીં મળેલ એટલી (શુમારે પંદર હજાર) જેના બંધુઓની સંખ્યા એકઠી થઈ હતી. તેઓની દરેક પ્રકારની ભકિત તેમજ આ કોન્ફરન્સને તમામ ખર્ચ જે કે શુમારે પંદર હજાર રૂપૈયા થયો હતો તે વોરા હઠીસંગભાઇએ ઘણીજ ઉદારતાથી તમામ પિતે આપ્યો હતો, જેને લઈને સંઘભકિત બહુ સારી રીતે કરી હતી સાથે શ્રી સિદ્ધાચળજીની યાત્રાને લાભ આ કેન્ફરન્સમાં બહાર ગામથી આવનાર અનેક જેના બંધુઓને આવા શુભ નિમિત્તથી થયો હતો. તે વખતે રીસેપ્સન કમીટીના પ્રમુખ શ્રી સંધ તરફથી વોરા હઠીસંગભાઈ નિમાયા હતા. તેઓએ આવું મહાન ઉદાર કાર્ય અને સંઘભકિત કરવાને લઈ શ્રી જેન આત્માનંદ સભા ભાવનગરના તરફથી રિા હઠીસંગભાઈને આ રાજ્યના નામદાર મહારાજાના લઘુબંધુ કુમાર સાહેબ મંગળસિંહજીભાઈના પ્રમુખપણ નીચે અનેક ગામોથી આવેલા શ્રી સંઘના હાજરી વચ્ચે દબદબા ભયું એક માનપત્ર આપવામાં આવ્યું હતું અને તેજ વખતે શ્રી જૈન ધર્મ પ્રબોધક સભાએ પણ સાથે જ માનપત્ર આપ્યું હતું. જે સમયે તેઓ ઉકત સંસ્થાના પેટ્રન થઈ રૂ. ૫૦૦)ની રકમ આ સંસ્થાને આપી હતી તે સાથે આ સંસ્થાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org