________________
૨૨૪
શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એક ચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાહ્મણે મુકાવે છે પણ મૂકતો નથી. આ સ્ત્રીને સંસર્ગ દાદરના કુળને કલંકભૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણોએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેના વિયાગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલ અને ઉગ પામેલો દાદર પણ મરણ પામી કોઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે, તે વનમાં તેવી જ અવસ્થાવાળી શંબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ, ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવીજ પ્રીતિ પ્રગટ થઈ આવી, તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરિણને કૂરપણે મારવાથી દુઃખ ભેગવી મરણ પામી વાંદરે થયો, તે ઠેકાણે પણ તે શબાને જોઈ પૂર્વની પેઠે સ્નેહ ઉત્પન્ન થયે તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થયો. તે પછી વાણુંરસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિદ્યામાં નિપુણ દિવ નામે બ્રાહ્મણને પુત્ર છે. તેને કેઈએક દિવસે દક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શંબાને જે તે દિત્ર બ્રાહ્મણે કહ્યું કે હે ભદ્ર! તું કેણ છે? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણીએ પણ પ્રથમનું સઘળું પિતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણીએ કહેલું તેવા પ્રકારનું પિતાનું વૃત્તાંત જાણે પ્રથમ સાંભળ્યું ન હોય તેમ તે દિ નામના બ્રાહ્મણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પિતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉત્પન્ન થઈ તે પછી સંસારથી ભય પામેલા, ઉત્તમ વિચાર કરનારા અને સ્વજનથી નહી પામનાર તે દિ નામના બ્રાહ્મણે તેજ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે પારાશરના કહેલા પિતાના પૂર્વભવ સંબંધી વિસ્મયને આપનારા સઘળા ભવ રાજાના સ્મરણમાં આવ્યા. અર્થાત્ જાતિસ્મૃતિ જ્ઞાનથી સાક્ષાતપણે જોયા. તે પછી સંસારની અસારતા જોતાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ઘર્મ કરવા માટે ઉઘુકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રાજાએ પિતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિન મંદિરેથી ભૂષિત કર્યો, તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાંતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને મેગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહા દાનથી દુઃખી, અનાથ, અને દીન પુરૂના દુ:ખને દુર કરી, પરમાર્થથી ગુરુરૂપ પારાશર નામના કથક પંગવને ઘણુ માન પૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને હેટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર સ્થાપન કરી યુગધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસરી, કરણસત્તરી અને મન, વચન, કાયાના વેગથી આ ત્મસ્વરૂપને સાધના કરતાં સમાધિપૂર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org