________________
૨૨૮
- શ્રાદ્ધગુણ વિવરણ છેડા સુખને માટે અસત્કલ્પનાઓ કરી પોતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલીને કરે છે, તેવા કામાંધથી બીજે વધારે અંધ કેણ હોઈ શકે ! - નાન્યઃ યુકતનયાવાર્થોધનન્યઃ ક્ષયામય !
नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धलः ॥४॥ શબ્દાર્થ:–ખરાબ વર્તનવાળા પુત્ર જે બીજો આધિ (માનસિક પીડા ) નથી, ક્ષયરોગ જે બીજો રોગ નથી, સેવકના જે બીજે દુ:ખી નથી અને કામી પુરૂષના જે બીજો અંધ નથી.૪
- હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તો પિતાના કદને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને કેધ કહે છે અને તે ચંડશિક વિગેરેની પેઠે દુર્ગતિને હેતુ હેવાથી મહાત્મા પુરૂષને ક્રોધ કર યુક્ત નથી. તે માટે કહ્યું છે કે –
सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥५॥
શબ્દાર્થ-જે કે સંતાપને વિરતારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દુર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે, તે દોષયુક્ત ક્રોધ પુરૂષને ત્યાગ કરવા લાયક છે. ૫ ___अपनेयमुदेतुमिच्छता तिमिरं रोषमयं धियापुरः ।
आविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥
શબ્દાર્થ –પોતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરૂષે પ્રથમ ક્રોધરૂપ અંધકારને બુદ્ધિએ કરી દુર કરે જોઈએ. કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતો નથી. અર્થાત જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ ક્રોધરૂપ અંધકારથી છવાયેલો છે તે પુરૂષ કઈ વખત પણ પિતાના ગુણે અથવા તો પિતાને પ્રકાશમાં લાવવા શતિમાન થઈ શકતો નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઇચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તે પણ કેપના ભયંકર વિપાકને વિચાર કરી ક્ષતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદો ખરી જવાથી પવિત્ર આભગુણે સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org