Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 274
________________ ચતુસિંગત ગુણવર્ણન. ૨૩૫ કાર્યમાં કઈ વખત પણ હર્ષ કર યોગ્ય નથી, પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મને બંધ થાય છે અને તેનું ફળ ભેગવ્યા વિના છુટકારો થતો નથી. અનાચારમાં આનંદ માનવો એ અધમ પુરૂષનું જ કામ છે તેમાટે કહ્યું છે કે परवसणं अभिनंदइ निरवक्खो निदओ निरणुतावो । हरिसिज्जइ कयपावो रुद्दज्झाणोवगयचित्तो ॥१॥ શબ્દાથ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાતાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કષ્ટને સારું માને છે અને રૈદ્રધ્યાન યુક્ત ચિત્તવાળો પાપ કરીને ખુશી થાય છે. ૧ तुष्यन्ति भोजनैर्विप्राः, मयूरा घनगर्जितैः। साधवः परकल्याणैः खलाः परविपत्तिभिः॥२॥ શબ્દાર્થ:--શ્રાહાણે ભોજન વડે, મયુરો મેઘની ગજેનાથી, સજન પુરૂષ બીજાના કલ્યાણથી અને દુર્જને (નાલાયક) બીજાની આપત્તિ (દુ:ખ) થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુ:ખી દેખી આનંદ માને છે. જે આ લેકમાં વિવેકી પુરૂષને નિંદનીક હોવાથી, અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતું હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગ શત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે. હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરનારને મુખ્ય ફળ દેખાડે છે-- आन्तरं षडरिवर्गमुदग्रं, यस्त्यजेदिह विवेकमहीयान् । धर्मकर्मसुयशः सुखशोभाः, सोऽधिगच्छति गृहाश्रमसंस्थः શબ્દાર્થ:--જે મોટા વિવેકવાળો પુરૂષ પ્રચંડ આંતરિક પરિવર્ગને આ લેકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધર્મકાર્ય, સુકીતિ, સુખ અને શોભા પ્રાપ્ત કરે છે. અર્થાત જે માનસિક દુર્ઘત્તિઓથી બચે છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે. | તિ શ્રી વઢિરારામ ગુનઃ .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282