Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 256
________________ શિત ગુણવર્ણન. ૨૧૭ કેવી રીતે મુક્ત થવાને?' તે પછી તેના વિનયગર્ભિત વચનેથી સ્નેહયુક્ત હદયવાળા રાજાએ અસાધારણ આશ્ચર્ય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન ર્યાની સાથેજહે રાજન!હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરે એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે છેલ્ય-“હે કૃતજ્ઞશિરેમણિ! હું કેઈનું કંઈપણ ગ્રહણ કરતો નથી તે હે સિદ્ધપુરૂષ! હારી આ ગુટિકા મહારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય? પરંતુ હે પંડિતપુરૂષ! ઘણા હોટા મહિને માથી આશ્ચર્ય આપનારી અને દુઃખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કક્યાંથી મેળવી શકાય છે. તે હકીકત છે ડાહ્યાપુરષ! મને કહી સંભળાવ્ય” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે સિદ્ધપુરૂષ બોલ્યા કે–“હે રાજાઓના મસ્તકથી મુકુટાયમાન ચરણ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અસ્તિ ધરાવતે મલયાચલ નામે એક પર્વત છે તેના અતિ ઉંચા અને સર્વ વડતુમાં પ્રકૃદ્વિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખરદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મંદિર છે. ત્યાં ખાળમાંથી પડતું અને બળતા અશ્ચિના જેવું દેવતાનું સ્નાનજળ જે સાહસિક પુરૂષ પોતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિનો જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન ! આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યાપુરૂષે તે ઠેકાણે આવે છે પરંતુ કેઈએક પુણ્યાત્મા મહાશય તેને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનહર વચન સાંભળી દયમાં વિસ્મય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણુ માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેજ શામાં પવિત્ર અને નિશ્ચિત હૃદયવાળે રાજા સુખરૂપ નિદ્રાથી અર્ધરાત્રિનું ઉલ્લંઘન કરી શય્યામાંથી ઉઠી તરતજ વેશ બદલાવી અત્યંત પરાક્રમી, હાથમાં તરવાર ધારણ કરનાર, કલ્યાણ કરનાર, મહાન પુરૂની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલ તેમજ રાજાઓની અંદર હસ્તિસમાન તે ભરતરાજા પિતાના દેદીપ્યમાન રાજભવનમાંથી બહાર નિકળી ગયે. ત્યારબાદ અત્યંત ઉત્સાહ અને નિરંતર ગતિથી માર્ગમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિર્વિધનપણે ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કર્યું, તેમ કરતાં કેટલાક દિવસો પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શોભનાર એવા રામશેખરદેવના મંદિરને પ્રાપ્ત થયો. ત્યાં પુષ્કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલે, સજ્જનને પ્રીતિ ઉત્પાદક અને ઈદ્રિયને વશ કરનાર તે રાજાએ કમળને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખરદેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનું પાણી ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા, ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282