Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 260
________________ ત્રયશિશત ગુણવર્ણન. સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજ્યાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રત્નને ધારણ કરનારી પાર્વતીના જેવી રત્નાવતી નામે ભાર્યા છે, કેમળ હૃદયવાળી તેણુએ કેઈએક અવસરે હર્ષ પૂર્વક ગુરૂ મહારાજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાને મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે એના જેવી, જિને ને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રવતીએ જ્યાંસુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભેજનમાં સારભૂત ઘી વિગેરે વિગય નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરે અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારિ મનુબેની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ઘણી મુશ્કેલ છે. એમ અંત:કરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બેલવા લાગી કે–આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યારે અને દેવતાઓને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થ યાત્રાએ કરી પિતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થ યાત્રાર્યા સિવાય મહારે આત્મા તે અકૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુ:ખી થયેલે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે, હારી પ્રિયા રત્નવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે? એવી રાજાની ચિતાને જાણી લઈ મંત્રીઓએ કહ્યું કે-“હે રાજન? આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા Vદવાળો ન થા.” તે પછી મંત્રિઓએ કહેલું રામશેખર દેવની ગુટિકાનું આશ્ચર્યજનક માહામ્ય સાંભળી મુખ્ય મંત્રિ ઉપર રાજ્યભાર આરોપણ કરી ગુટિકા માટે ઉત્સુક થયેલ અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યા ગયે, તેટલામાં હે પ્રજાપતિ? પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થયેલ કેઈએક પુરૂષ ત્યાં આવી પહોંચ્યું. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણ પરાકમરૂપ કીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષે એકજ દિવસમાં તે ગુટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભેગવતા તે મહાન પુરૂષે હમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલે હમારે સ્વામી પોતાના નગર પ્રત્યે પાછો આવ્યો કેમકે કાર્યની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળો પુરૂષ ખરેખર કેઈપણ ઠેકાણે વિલંબ કરી શકતો નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મરથ પરિપૂર્ણ થયું. તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતો તે નગરીને સઘળો જનસમુદાય આનંદિત થયે, અને તે માટે નિષ્કપટ મનવૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશ માર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણો મુશ્કેલ છે એ પ્રમાણે રત્નવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282