________________
ર૧૮
શ્રાદ્ધગુણ વિવરણ. કેલાહલ કરતા અને માર્ગનું અવલોકન કરનારા ઘણુ મનુબે તેને જોવામાં આવ્યા. તે પછી કુતુહલથી રાજાએ “તમે કેટલા છેએ પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચો કરી જણાવ્યું કે-“અમે એક સે અને આઠ છીએ... આવી રીતે વાત કરવાથી કાંઈ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી બેલતા રાજાએ એકદમ અશ્ચિના જેવું ઉષ્ણ સ્નાત્રનું પાણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતરા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનું એક રેમ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિઃસીમ પરાક્રમથી અંતઃકરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારત્ન રાજાને અર્પણ કર્યું. તે માટે કહ્યું છે કેरथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो
मार्गश्चरणविकलः सारथिरपि । रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ १२ ॥
શબ્દાર્થ:–એક પૈડાનો રથ, સર્ષથી વસ કરેલા સાત ઘોડાઓ, આલબમ વગરને રસ્તો અને પગ વિનાને સારથી છે તે પણ સૂર્ય હમેશાં મર્યાદા વગરના આકાશને છેડે લાવે છે. તેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે મહાન પુરૂની કાર્યસિદ્ધિ, પરાકમમાં વાસ કરે છે ને કે સાધનમાં. અર્થાત જે કે સૂર્યનાં સાધન નિબલ છે તો પણ પિતાના પરાક્રમથી સૂર્ય આકાશને અંત લાવે છે. તેમ સત્ત્વવાળા પુરૂષોએ પિતાના સત્વથીજ ધારેલા કાર્યની સિદ્ધિ કરવી જોઇએ. સાધને તો કેવળ નિમિત્ત માત્રજ હોય છે. સર્વ વિનાને પુરૂષ ગમે તેટલા સાધનયુક્ત હેય, તે પણ જ્યારે કાર્ય આવી પડે છે ત્યારે તે સાધને તેને બેજારૂપ થઈ પડે છે. અને કાર્યસિદ્ધિ કરી શકતો નથી. ખરી રીતે વિચાર કરીએ તે કાર્યસિદ્ધિ સત્તવમાંજ રહેલી છે. જે ૧
વળી ગુટિકા માટે આવેલા આ લોકોના મનોરથ અધુરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગુટિકાને ગ્રહણ કરી હું કેવી રીતે ચાલ્યો જઉં એ પ્રમાણે વિચાર કરી પરોપકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે ગુટિકા તેમાંના કેઈએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પિતાના માટે પૂર્વની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન રાજાએ તેવી બીજી ગુટિકા પુણ્યથી પ્રાપ્ત કરીકે તરતજ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કે પુરૂષને તે ગુટિકા આપી દીધી. હવે તે સઘળા મનુથોની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઈચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ બે વખત ઉષ્ણ જળ ધારણ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org